પ્રવાસના શોખીનો માટે IRCTC લાવી છે વિશેષ ઓફર, જાણો ટૂર પેકેજ
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)એ લદ્દાખ, શામ વેલી અને નુબ્રા વેલીનો 6-રાત્રિ અને 7-દિવસનો પ્રવાસ પેકેજ ઓફર કરી છે. લદ્દાખ ઉત્તર ભારતના લોકપ્રિય પ્રવાસી વિસ્તારોમાંનું એક છે. તેમાં તિબેટીયન બૌદ્ધ મઠ, ઉચ્ચ પાસ, રેતીના મેદાનો, નાના વસાહતો અને સુંદર તળાવોનો સમાવેશ થાય છે. આ પ્રવાસ દિલ્હીથી શરૂ થશે.
આઈઆરસીટીસી ટૂરિઝમની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે આ પ્રવાસમાં ગો એરની ઇકોનોમી ક્લાસની ફ્લાઇટ હશે. પ્રવાસ માટે વિવિધ તારીખોથી આપવામાં આવી છે. જેથી મુસાફરો તેમની અનુકૂળતા મુજબ પ્રવાસ શરૂઆતનો દિવસ પસંદ કરી શકે છે. ટૂર પેકેજ મુજબ ફ્લાઇટ ઉપડવાની તારીખ આ પ્રમાણે છે. જેમાં મે મહિનામાં હવે 29 તારીખ છે.
તથા જૂન મહિનામાં 8, 13, 19 અને 30 તારીખ 2019 રાખવામાં આવી છે. આઇઆરસીટીસીની વેબસાઇટ પ્રમાણે આ ટૂર પેકેજમાં ફ્લાઇટની ટિકિટ (દિલ્હીથી લેહ અને લેહથી પરત દિલ્હી), હોટલ રૂમમાં રોકાણ, સ્મારક શુલ્ક, યાત્રા કાર્યક્રમ, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સામેલ છે. આ ટૂર પેકેજમાં મુસાફરો માટે ટૂરિસ્ટ ઇન્શ્યોરન્સ પણ સામેલ છે. જો કે આ પેકેજમાં અંગત કાર્ય જેવાકે કપડાં ધોવા, ગો એર ફ્લાઇટમાં ભોજન, રૂમ સર્વિસ અથવા વધારાના સાઇટ સીન પેકેજનો ભાગ રહેશે નહી. તે બધુ મુસાફરોએ સ્વખર્ચે કરવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પ્રવાસના શોખીનો માટે IRCTC લાવી છે વિશેષ ઓફર, જાણો ટૂર પેકેજ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/know-about-irctc-leh-ladakh-tour-package/
via Best Gujarati News
0 Comments