મોદીના ૫ વર્ષ : રોકાણકારો માલામાલ
। મુંબઈ ।
મોદી સરકારની પ્રથમ મુદત પૂરી થવા સાથોસાથ દેશમાં ૨૩મી મેએ નવી સરકારની રચનાનો તખ્તો ગોઠવાઈ જશે. એક્ઝિટ પોલને સ્વીકારીએ તો નરેન્દ્ર મોદી ફરીથી દેશનાં વડા પ્રધાન બનશે. મોદી સરકારના પ્રથમ પાંચ વર્ષના સમયગાળાની વાત કરીએ તો ઘણાં એવા શેર્સ છે જેમણે રોકાણકારોને મબલક નફો રળી આપ્યો છે. બીએસઈમાં આવા શેર્સની લાંબી યાદી છે. રોકાણકારોએ આવી કંપનીઓના શેર્સમાં રોકાણ કરીને પ વર્ષમાં બે ગણાથી લઈને ૫૬ ગણો નફો મેળવ્યો છે. મોદી સરકારના પાંચ વર્ષની વાત કરીએ તો સેન્સેક્સે અંદાજે ૬૦ ટકા વળતર આપ્યું છે. ૨૦૧૪ના ૨૮મી મેએ સેન્સેક્સ ૨૪,૫૫૬ના સ્તરે હતો જે ૨૦૧૯ના ૨૦મી મેએ ૩૯,૩૫૨ ઉપર પહોંચ્યો હતો. બીએસઈ મિડ કેપમાં આ સમયગાળા દરમિયાન લગભગ ૭૫ ટકા વળતર આપ્યું છે. ૨૦૧૪ના ૨૮મી મેએ મિડ કેપ ઇન્ડેક્સ ૮,૪૬૭ના સ્તરે હતો જે ૨૦૧૯ના ૨૦મી મેએ વધીને ૧૪,૮૧૯ના સ્તરે પહોંચ્યો હતો. રોકાણકારોએ લાર્જ કેપ શેર્સમાં પણ કમાણી કરી હતી. આ સમયગાળામાં સૌથી વધુ વળતર ૧,૮૩૧ ટકા બજાજ ફાઇનાન્સ દ્વારા આપવામાં આવ્યું હતું. આ સાથે દર્શાવેલા અમુક કંપનીઓના શેર્સે રોકાણકારોને ૧,૭૦૦ ટકાથી ૫,૫૦૦ ટકા વળતર આપ્યું છે.
બીએસઈમાં સૌથી વધુ વળતર આપનારા શેર્સ
કંપની વળતર (ટકામાં) પાંચ વર્ષમાં ભાવ (રૂ.માં)
મેડીકૈમેન ૫,૫૮૬ ૮.૯૭થી વધી ૫૧૦
સાધના નાઇટ્રો ૫૫૨૨ ૪.૦૮થી વધી ૨૨૯
શ્રી જગદંબા ૪,૩૩૩ ૫.૦૮થી વધી રૂ.૨૨૫
યુનિપ્લાઇ ઇન્ડસ્ટ્રી ૩,૬૪૩ ૧.૦૫થી વધી ૩૯.૪૫
ટેસ્ટી બાઇટ ૩૪૨૭ ૨૩૬થી વધી ૮,૩૮૫
એસવીપી ગ્લોબલ્સ ૨,૬૪૩ ૧૩થી વધી ૩૫૭
મંગલમ ઓર્ગેનિક્સ ૨,૬૨૪ ૧૫.૬૦થી વધી ૪૨૫
સ્ટાઇલેમ ઇન્ડસ્ટ્રીઝ ૨,૪૯૨ ૨૬થી વધી ૬૭૦
મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ ૨,૨૩૨ ૧૪.૭૨થી વધી ૩૪૩
ઇલેક્ટ્રા ગ્રીનટેક ૨,૧૫૨ ૯.૭૦થી વધી ૨૧૮.૫૦
શિવાલિક બાઇમેટલ ૧,૯૪૭ ૫.૫૫થી વધી ૧૧૩.૫૦
કોન્ફિડન્ટ પેટ્રો ૧,૯૦૭ ૧.૯૮થી વધી ૩૯.૭૫
બજાજ ફાઇનાન્સ ૧,૮૩૨ ૧૭૮થી વધી ૩,૪૪૦
કેઇઆઈ ઇન્ડસ્ટ્રીઝ ૧,૭૧૪ ૨૩થી વધી ૪૨૧
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોદીના ૫ વર્ષ : રોકાણકારો માલામાલ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/modi-5-year-investors-m/
via Best Gujarati News
0 Comments