એક શર્મનાક ઘટનાં સામે આવી છે. વાત છે મધ્યપ્રદેશનાં છતરપુરની. 11 વર્ષની દિકરીને પોતાના જ દારૂડિયા પિતાએ એવા માણસને વેચી મારી કે જે છોકરી કરતાં ઉમરમાં 3 ગણો મોટો હતો. ત્યારબાદ 35 વર્ષનાં આ શખ્સે માસુમ દિકરી પર સતત ત્રણ દિવસ સુધી રેપ કર્યો. પછી જ્યારે છોકરી વધારે રડવા લાગી તો શખ્સ એને ગામમાં મુકી આવ્યો. જોવા જેવી વાત તો એ છે કે છોકરીની માતાને તો ખબર પણ નહોતી કે પોતાની દિકરી એના પતિએ વેચી નાખી છે. જ્યારે દિકરી માતા પાસે પહોંચી તો બાળકીએ બધી વાત માતાને કહી અને મા દિકરીએ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી.

દિકરીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પિતાએ 12મેંના રોજ 50 હજાર રૂપિયામાં તેના લગ્ન દેવી ભાસ્કર નામના માણસ સાથે કરી દીધા. ત્યારબાદ 35 વર્ષનો આ શખ્સ દિકરીને મંદિરમાં લઈ ગયો અને ત્યાં સાડી પહેરાવી મંગલસુત્ર પહેરાવી દીધુ અને સતત ત્રણ દિવસ સુધી રેપ કરતો રહ્યો. પરંતુ બાળકી સતત રોતી હતી માટે દેવી તેને એના પિતા પાસે મુકી આવ્યો.

પોલીસે જણાવ્યાં અનુસાર બાળકીની માતા અને પિતાને બનતું નથી એટલે માતા બાજુના સાગર જિલ્લામાં રહે છે. પરંતુ દિકરીએ માતાને પૂરી ઘટના વિશે જણાવી દીધું છે. રેપના આરોપ બાદ દેવીની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બાપ કે કસાઈ! દીકરીને 50 હજારમાં વેચી નાખી, ખરીદનારે સતત 3 દિવસ આચર્યું દુષ્કર્મ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/madhyapradesh-in-chhatarpur-one-father-sold-his-11-years-daughter-for-50-thousand-rupees/
via Best Gujarati News

0 Comments