26 વર્ષની Selena Gomez 68 વર્ષના આ દિગ્ગજ અભિનેતા સાથે કરશે લગ્ન?
હોલિવૂડની જાણીતી સિંગર અને એક્ટ્રેસ સલીના ગોમેઝ હાલ એક અલગ કારણથી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે સલીનાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન રેડ કારપેટની અમુક તસવીરો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે તેને કેપ્શનમાં એક એવી કમેન્ટ કરી છે જે વાંચીને ફેન્સ ચોંકી ગયા છે.
સલીના કેપ્શનમાં આ વાતની જાહેરાત કરી કે તેઓ 68 વર્ષના એક્ટર અને કો-સ્ટાર બિલ મુરે સાથે લગ્ન કરવા જઈ રહી છે. સલીનાની આ પોસ્ટને જોઈ ફેન્સના જોશ ઉડી ગયા. યૂજર્સે અલગ-અલગ પ્રકારના સવાલ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ જો સલીનાના કેપ્શનને ધ્યાનથી વાંચવામાં આવે તો સાફ સમજાય છે કે તેને લગ્નની વાત મજાકમાં કરી છે.
ખરેખર, સલીના ગોમેઝ જલ્દી એક ફિલ્મ ‘ધ ડેડ ડોન્ટ લાઈ’માં બિલ મુરે સાથે સ્ક્રીન શેર કરતા દેખાશે. આ ફિલ્મ માટે જ કાસ્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. અભિનેત્રી સલીનાએ દિગ્ગજ અભિનેતા બિલ મુરે સાથે સ્ક્રીન શેર કરવાના મુવમેન્ટ વિશે તેની ભાવનાઓને વ્યક્ત કરતા પોસ્ટમાં લખ્યું કે,‘પહેલી વાર હું કાન્સ ગઈ, જિમ અને બાકી કાસ્ટ સાથે આ ફિલ્મનો હિસ્સો બની મને ઘણું ગૌરવ થઈ રહ્યું છે.’
આગળ બિલ માટે પોતાના લગાવ અંગે મજાકિયા અંદાજમાં લખ્યું કે,‘અને હાં, હું અને બિલ મુરે લગ્ન કરવા જઈ રહ્યા છે.’ જો બીજી તરફ બિલ મુરેની વાત કરીએ તો તેઓ ઇન્ટરવ્યૂમાં મોટાભાગે સલીનાના ઘણા વખાણ કરતા જ દેખાય છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલીનાને પ્યારી બાળકી ગણાવી હતી અને કહ્યું હતું કે આ સમય વિનમ્ર આઇડલ મળવા મુશ્કેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 26 વર્ષની Selena Gomez 68 વર્ષના આ દિગ્ગજ અભિનેતા સાથે કરશે લગ્ન? appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/selena-gomez-posted-funny-comment-about-marriage-with-bill-murray/
via Best Gujarati News


0 Comments