એક્ઝિટ પોલ્સને લઇ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પર મીમ શેર કરીને બરાબરના ઘેરાયેલા વિવેક ઓબેરોય એ મંગળવારે સવારે માફી માંગી લીધી. તેની સાથે જ તેમણે જે મીમ શેર કર્યું હતું, તેને પણ ડિલીટ કરી દીધું.

વિવેક એ એકસાથે ધડાધડ બે ટ્વીટ કરી. પહેલી ટ્વિટમાં તેમણે લખ્યું કે કયારેક-કયારેક કોઇને પહેલી વખતમાં જે મજેદાર અને હાનિરહિત લાગે છે, તે બીજાને કદાચ લાગતું નથી. મેં છેલ્લાં 10 વર્ષ, 2000થી વધુ અસહાય છોકરીઓને સશક્તિકરણ બનાવી છે. હું કયારેય કોઇ મહિલાના અપમાન અંગે વિચારી પણ ના શકું.

તો બીજી ટ્વીટમાં તેણે લખ્યું, જો મીમ પર મારા રિપ્લાયથી એક પણ મહિલાને ઠેસ પહોંચી છે તો તેમાં સુધારાની જરૂર છે. માફી માંગું છું. ટ્વિટ ડિલીટ કરી દીધી છે.

વિવાદવાળી ટ્વિટમાં શું હતું?
સોમવારના રોજ વિવેક ઓબેરોય એ ત્રણ તસવીરોવાળા એક મીમ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યું હતું. મીમ ત્રણ ભાગોમાં- ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ અને રિઝલ્ટ (પરિણામ)માં વહેંચાયા હતા. ઓપિનિયન પોલમાં ઐશ્વર્યા સલમાનની સાથે દેખાય રહી હતી. એક્ઝિટ પોલમાં વિવેક ઓબેરોયની સાથે પરિણામમાં તે અભિષેક બચ્ચન અને આરાધ્યાની સાથે દેખાતી હતી. ઐશ્વર્યા અને તેની દીકરીને મીમમાં આ રીતે પ્રદર્શિત કરીને ઓબેરોય એ માત્ર સોશિયલ મીડિયા પર ટ્રોલ જ થયો નહીં પરંતુ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ બાબતને ધ્યાનમાં લેતા મહિલા અને બાળકીનું અપમાન માનતા નોટિસ મોકલી દીધી.

ઓબેરોય એ પોતાની સફાઇમાં શું કહ્યું હતું?
આ અંગોનો વિવાદ વકરતા વિવેક ઓબેરોય એ કહ્યું હતું કે જો મેં કંઇ ખોટું કર્યું હોય તો હું માફી માંગી લઇશ પરંતુ મને નથી લાગતું કે મેં કોઇ ખોટું કર્યું છે. તેમાં ખોટું જ શું છે? કોઇએ એક મીમ ટ્વીટ કર્યું અને મને તેના પર હસું આવ્યું. મને નથી ખબર પડતી કે લોકો તેને આટલો મોટો મુદ્દો કેમ બનાવી રહ્યાં છે? કોઇએ મને એક મીમ મોકલ્યું હતું. હું હસ્યો અને એ વ્યક્તિની રચનાત્મકતાના વખાણ કર્યા. જો કોઇ તમારા પર હસે છે તો તમારે તેને ગંભીરતાથી લેવો જોઇએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વિવેક ઓબેરોયે ધડાધડ બે ટ્વિટ કરી, ઐશ્વર્યાનું વિવાદાસ્પદ મીમ ડિલીટ કરીને માફી માંગી appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/vivek-oberoi-apology-delete-meme-tweet-on-aishwarya-rai/
via Best Gujarati News