લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈ વિવેક ઓબરોયે શેર કરેલાં એક પિક્ચરને લઈ ભારે બબાલ મચી જવા પામી છે. એશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, અભિષેક અને પોતાના જીવન પર કરેલી આ મજાક વિવેકને ભારે પડી ગઈ હતી. ચારે બાજુઓથી ટીકાઓની વણઝાર થતાં વિવેક ઓબરોયે આ મામલે સફાઈ આપી હતી. વિવેક ઓબરોયે કહ્યું કે, મેં કાંઈ જ ખોટું કર્યું નથી, આ મજાકને બહુ ગંભીરતાથી લેવી ન જોઈએ.

વિવેક ઓબરોયે ટ્વીટર પર એક ફેનની પોસ્ટને રિપોસ્ટ કરી હતી. આ પિક્ચર લોકસભા ચૂંટણીને લઈને હતું. જેમાં ઓપિનિયન પોલમાં સલમાન ખાન અને એશ્વર્યાનો ફોટો હતો. એક્ઝિટ પોલમાં વિવેક ઓબરોય અને એશ્વર્યાનો ફોટો હતો. તો રિઝલ્ટમાં અભિષેક, આરાધ્યા અને એશ્વર્યાનો ફોટો હતો. આ પોસ્ટ શેર કરતાં જ વિવેક ઓબરોયની સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી.

ભારે ટીકાઓનો સામનો કરી રહેલાં વિવેક ઓબરોયે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે, માફી માગો. પણ મને કહો કે, મેં શું ખોટું કર્યું છે? જો મેં કાંઈ ખોટું કર્યું હશે, તો હું માફી માગી લઈશ. મને નથી લાગતું કે મેં કાંઈ ખોટું કર્યું છે. તેમાં ખોટું શું છે? કોઈકે મીમ ટ્વીટ કર્યો હતો, હું તેના પર હસ્યો હતો.

તે ઉપરાંત વિવેક ઓબરોયે કહ્યું કે, મને ખબર નથી પડતી, કેમ લોકો તેને એક મોટો ઈશ્યુ બનાવી રહ્યા છે. કોઈકે મને મીમ મોકલ્યો, કે જે મારી મજાક ઉડાવતો હતો. હું તેના પર હસ્યો અને તે વ્યક્તિની ક્રિએટીવિટીનાં વખાણ કર્યાં. જો કોઈ તમારી મજાક ઉડાવે, તો તેને ગંભીરતાથી ન લેવું જોઈએ.

વિવેકે કહ્યું કે, જે મીમમાં છે તે લોકોને તેનાથી પ્રોબ્લમ નથી, પણ બીજા બધાને છે. કામ કરવા જતાં નથી, અને ઉપરથી નેતાગીરી શરૂ કરવા લાગી જાય છે. મીમ બનાવવા બદલ દીદીએ એકને જેલમાં મોકલી દીધી, મારા જેવા લોકો પણ જેલમાં ધકેલી દેવામાં આવશે. તે લોકો મારી ફિલ્મને રોકી શકતાં નથી, તેથી તે લોકો હવે આનો ઉપયોગ કરી રહ્યા છે.

તો મહિલા આયોગની નોટિસ અંગે વિવેકે કહ્યું કે, હું રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા આયોગની રાહ જોઈ રહ્યો છું. હું તેમને મળવા માગુ છું. અને હું મારી જાતને સ્પષ્ટ કરવા માગુ છું કે, મેં કાંઈ ખોટું કર્યું નથી.

તો સોનમ અંગે પ્રતિક્રિયા આપતાં વિવેકે કહ્યું કે, તેમને ફિલ્મોમાં અને સોશિયલ મીડિયામાં ઓછી ઓવરએક્ટિંગ કરવી જોઈએ. હું છેલ્લા 10 વર્ષથી સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઐશ્વર્યા પર વિવાદિત ટ્વીટ બાદ બોલ્યો વિવેક- ભૂલ સાબિત કરી દો તો માફી માગીશ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/vivek-oberoi-speaks-on-sonam-kapoors-reaction-to-his-tweet/
via Best Gujarati News

0 Comments