લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને વિવેક ઓબરોયે શેર કરેલું મીમ વિવાદોનાં વમળમાં ફસાયું છે. આ અવિવેકી મીમને લઈને ચારે બાજુથી વિવેક ઓબરોયની આકરી ટીકાઓ થઈ રહી છે. નેતાઓથી લઈને બોલિવૂડના સેલેબ્સ પણ વિવેકનાં આ મીમ બદલ તેની ટીકા કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે વિવેક કપૂરને આડે હાથ લેતાં ક્લાસ વગરનો માણસ કહી દીધો છે. તો રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલે વિવેકને નોટિસ પાઠવી છે.

વિવેક ઓબરોયે ટ્વીટર પર એશ્વર્યા રાય, સલમાન ખાન અને પોતાના ફોટાં સાથે એક મીમ શેર કર્યું હતું. જેમાં ઓપિનિયન પોલમાં સલમાન અને એશ્વર્યાનો ફોટ હતો. એક્ઝિટ પોલમાં વિવેક અને એશ્વર્યાનો ફોટો હતો. અને રિઝલ્ટમાં અભિષેક બચ્ચન, આરાધ્યા અને એશ્વર્યાનો ફોટો હતો. વિવેક ઓબરોયે આ મીમ રિપોસ્ટ કરતાં જ તે વિવાદમાં ફસાઈ ગયો હતો.

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે વિવેક ઓબરોયને આડે હાથ લેતાં ટ્વીટ કર્યું કે, ઘૃણાસ્પદ અને ક્લાસ લેસ છે.

તો બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાએ લખ્યું કે, આ પોસ્ટ ખૂબ જ નિરાશાજનક છે.

વિવેક ઓબરોયના આ મીમ બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે તેને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. એક મીમને કારણે મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો છે. અને કોઈના ભૂતકાળને લઈ કરાયેલી આટલી ગંદી મજાકને લઈ સોશિયલ મીડિયામાં લોકો વિવેકને ટ્રોલ કરી રહ્યા છે. ટ્વીટરમાં પણ વિવેક ઓબરોય ટ્રેન્ડિંગ લિસ્ટમાં ટોપ પર રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઐશ્વર્યા પર કરેલાં ટ્વિટને લઈને વિવેક ઓબેરોય પર ભડકી સોનમે કહ્યું કે… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/sonam-kapoor-slams-vivek-oberoi-for-aishwarya-meme/
via Best Gujarati News

0 Comments