અમેરિકન ફાસ્ટ ફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સે દિલ્હી-એનસીઆરમાં ફરીથી ખોલવામાં આવેલ 13 સ્ટોર્સમાંથી ઘણા ઉત્પાદનો મેન્યૂમાંથી હટાવી દિધા છે. જેમાં મેકઆલુ અને ગ્રીલ્ડ ચિકન રેપનો સમાવેશ થાય છે. મેકડોનાલ્ડ્સે તેના ભાગીદાર વિક્રમ બક્શીની સાથે કોનાટ પ્લાઝા રેસ્ટોરેન્ટ્સ પ્રા. લિ. (CPRL)ના સંપાદન કરાર કર્યા પછી, મેકડોનાલ્ડ્સે આ સ્ટોર્સને ફરીથી પ્રારંભ કર્યા છે.

આ સિવાય, કંપનીએ તેના મેન્યૂમાંથી માજા બેવરેજીસને પણ કાઢી નાખ્યું છે. મેક્ડોનાલ્ડ્સ એશિયાના ડિરેક્ટર (કોર્પોરેટ રિલેશન્સ) બેરી સમે જણાવ્યું હતું કે, “અમે મેક્ડોનાલ્ડ્સના ભારતના વિવિધ ક્ષેત્રોમાં અનુભવ સુધારવા માટે થોડા ઓછા પ્રખ્યાત ઉત્પાદનોને કાયમી ધોરણે દૂર કર્યા છે.” તેમાં મેકઆલુ રેપ, ચિકન મેકગ્રીલ, એગ રેપ, ગ્રીલ્ડ ચિકન રેપ અને માજા બેવેરેજીસ સામેલ છે. બાકીના મેન્યૂમાં કોઈ ફેરફાર થયો નથી.

મેક્ડોનાલ્ડ્સ એશિયાના ડિરેક્ટર બેરી સમે વધુમાં જણાવ્યું કે મેન્યૂ બોર્ડ ઉપરાંત ટ્રે મેટ્સ અને પેકેજિંગને નવી ડિઝાઇન આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે મેકડોનાલ્ડ્સના નિયંત્રિત સીપીઆરએલ દ્વારા ફરીથી દિલ્હી-એનસીઆરમાં 13 રેસ્ટોરાં ખોલવા માટે જાહેર કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મેકડોનાલ્ડ્સમાં ખાવાના શોખીનોને નહીં મળે હવે આ વાનગીઓ, જાણો શું છે કારણ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/mcdonalds-removes-some-products-from-its-menu/
via Best Gujarati News

0 Comments