News@06 PM: ગુજરાતનાં કર્મચારીઓ માટે હાઈકૉર્ટનો મહત્વનો ચુકાદો સહિતનાં સમાચાર
ગુજરાત હાઈકૉર્ટે કર્મચારીઓ માટે રાહતનો નિર્ણય આપતા કહ્યું છે કે, “ફિક્સ પે કોન્ટ્રાક્ટ જોબ પર લેવાયેલા વ્યક્તિઓને પણ રેગ્યુલર અપોઈન્ટમેન્ટ વાળા વ્યક્તિઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળે.” તો લોકસભા ચૂંટણીમાં હાઈ પ્રોફાઇલ ચૂંટણી પ્રચારથી દૂર રહેવાને લઇને અખિલેશ યાદવે ખુલાસો કર્યો છે કે, “અમે અમારી રણનીતિ અંતર્ગત સોશિયલ મડિયાથી અંતર જાળવ્યું હતુ.” તો પાકિસ્તાનમાં ચીનનાં મહત્વનાં પ્રોજેક્ટ CPECનાં વિરોધમાં બલોચિસ્તાનાં અલગાવવાદીઓએ ચીનની અને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. તો દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે શંકા વ્યક્ત કરી છે કે, “ઇંન્દિરા ગાંધીની માફક મારી બીજેપી હત્યા કરાવી શકે છે.” સહિતનાં મહત્વનાં સમાચાર વાંચવા માટે ક્લિક કરો આપેલી લિંક્સ પર.
વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાતનાં કર્મચારીઓ માટે રાહતરૂપ સમાચાર, હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રાજ્ય સરકારને ઝટકા સમાન ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય આવ્યો છે. ફિક્સ પે પર કોન્ટ્રાક્ટ અપોઈન્ટમેન્ટ લીધેલા હજારો વ્યક્તિઓને અસર કરતો આ નિર્ણય છે. ફિક્સ પે કોન્ટ્રાક્ટ જોબ પર લેવાયેલા વ્યક્તિઓને પણ રેગ્યુલર અપોઈન્ટમેન્ટ વાળા વ્યક્તિઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળે તેવું હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-2: …તો એટલે હાઈ-પ્રોફાઈલ ચૂંટણી પ્રચારથી દૂર રહ્યાં માયાવતી અને અખિલેશ!
રાજકીય પંડિતો ભલે સપા અને બસપાના જોડાણને લઈને તમામ પ્રકારના આશંકાઓ વ્યક્ત કરી રહ્યા હોય, પણ બંને દળોના નેતાઓએ લગભગ દોઢ મહિનાથી પણ વધારે લાંબા ચાલેલા ચૂંટણી પ્રચારને શાંતિપૂર્ણ રીતે પુરો કર્યો છે. બંને પક્ષોના નેતાઓએ વચ્ચે કોઈ જ વિવાદ કે પછી રકઝ જોવા મળી નહીં.
વધુ વાંચવા કરો ક્લિક-3: પાકિસ્તાનમાં બલૂચ અલગાવવાદીઓએ ચીનની ઊંઘ હરામ કરી, CPEC ખતરામાં
વોશિંગ્ટન આધારિત વિલ્સન સેંટરના વિશ્લેષક માઈકલ કુગેલમને કહ્યું કે, બીએલએ પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલા કર્યા છે. પણ આ વખતે અલગાવવાદી સુરક્ષિત અને ખાસ મહત્વવાળી ચીની યોજનાઓ પર હુમલા કરી રહ્યા છે. અલગાવવાદી સંગઠન દ્વારા ગત વર્ષે કરાચીમાં બેઈજિંગ દૂતાવાસ પર હુમલો કર્યો હતો. તેઓએ કહ્યું કે, કોન્ટિનેન્ટલ હોટેલ પર થયેલ હુમલો બેઈજિંગ માટે એક મોટા ઝટકા સમાન છે. કેમ કે, સીપીઆઈનો મહત્વનો ભાગ આ વિસ્તારમાંથી પસાર થાય છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: કેજરીવાલનો સનસનીખેજ આરોપ, ઈન્દિરાની જેમ મારી પણ હત્યા કરાવી શકે છે BJP
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની જેમ તેમની પણ એક દિવસ હત્યા કરી દેવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી તેમની હત્યા કરાવી શકે છે. પંજાબમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતાં સમયે કેજરીવાલે એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. સીએમ પદ પર રહેતાં કેજરીવાલ પર પાંચ વખત હુમલો થઈ ચૂક્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: જામનગરમાં બે મોઢાવાળા બાળકના જન્મથી ડોકટરોમાં સર્જાયું આશ્ચર્ય, જાણો બાળકની શું છે ખાસિયતો?
આપણી આસપાસ એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે જેને સાંભળી કે જોઇને આપણને કૌતુક થાય છે. હાલ જામનગરમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને તમને પણ નવાઇ લાગશે. હા.. જામનગરમાં બે મુખવાળા બાળકનો જન્મ થયો છે. આ ઘટનાને જોઇને સરકારી હોસ્પિટલના ડોક્ટરો પણ કૌતુકમાં મૂકાયા હતા.
વધુ વાંચવા કરો ક્લિક-6: BJPના ‘તારા સિંહ’ને ચૂંટણી પંચની પહેલી નોટિસ, જાણો શું છે કારણ
હાલ સંપૂર્ણ દેશમાં લોકસભા ચૂંટણી 2019નો રંગ દેખાઈ રહ્યો છે. આ દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કેટલાક નેતાઓએ કર્યું છે. જ્યારે આ લિસ્ટમાં હવે બોલિવૂડ એક્ટર અને ગુરદાસપુરની સંસદીય બેઠકથી બીજેપી ઉમેદવાર સની દેઓલનું નામ પણ સામેલ થયું છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: શું સાચે પ્રેગ્નેંટ છે પ્રિયંકા? હવે હોલિવૂડની આ એક્ટ્રેસે આપ્યા સંકેત
પ્રિયંકા ચોપરાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુરુવારે ફેશનેબલ આઉટફિટથી ફેન્સને ઇમ્પ્રેસ કર્યા હતા. પરંતુ પ્રિયંકાની આ ગ્લેમરસ એન્ટ્રીની સાથે સોશિયલ મીડિયા પર ફરીથી તેની પ્રેગ્નેંસીની ચર્ચાઓ ગરમાઈ છે. તમને જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં પ્રિયંકા ચોપરાએ જે ગાઉન પહેર્યું હતું તેમાં તેનું બેલી ફેટ દેખાયું હતું. તેના આ લુક બાદ પ્રિયંકાની પ્રેગ્નેંસને લઈ ફરીથી અટકળોનો માહોલ બન્યો છે. જ્યારે હવે હોલિવૂડની એક્ટ્રેસે આ વિશે નિવેદન આપ્યું છે જે આ અફવાઓને વધુ મજબૂત બનાવી રહ્યું છે એમ લાગે છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: ભારતીય ટીમ માટે ખુશખબર, વર્લ્ડ કપ માટે આ ધાકડ ખેલાડી ફિટ જાહેર
આઈપીએલ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા ટીમ ઇન્ડિયાનો મધ્યક્રમનો બેટ્સમેન કેદાર જાધવ વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે રહસ્ય પરથી હવે પડદો ઊંચકાયો છે. તેના ઇજાગ્રસ્ત થયા બાદ કહેવામાં આવતુ હતુ કે તેની જગ્યાએ ટીમમાં કોઈ રીઝર્વ ખેલાડીને તક મળી શકે છે, પરંતુ તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. કેદાર હવે ટીમ ઇન્ડિયા સાથે 22 મેનાં રોજ ટીમ સાથે લંડન રવાના થશે.
વધુ વાંચવા કરો ક્લિક-9: આખી રાત હૉસ્પિટલમાં રહ્યો આ ખેલાડી, સવારે મેદાને ઉતરીને પાકિસ્તાનને બરાબરનું ધોયું
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે અત્યારે 5 મેચની વન ડે સીરીઝ ચાલી રહી છે. ઇંગ્લેન્ડે 3 મેચ જીતીને સીરીઝ પણ જીતી લીધી છે. ચોથી વન ડેમાં ઇંગ્લેન્ડનાં ઑપનર જેસન રૉયે પાકિસ્તાન સામે ચોથી વન ડેમાં જે રીતે સદી ફટકારી તે પ્રશંસનીય છે. જ્યારે હૉસ્પિટલમાં નવજાત બાળકી જિંદગી સામે લડી રહી હતી, તેવા સમયે જેસન રૉયે મેદાન પર ઉતરીને સદી ફટકારી હતી. જેસન રૉયે ફક્ત 2 કલાકની જ ઊંઘ લીધી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-10: જીવનને આળસથી કરે છે મુક્ત, પહેરો આ ક્રિસ્ટલ બ્રેસ્લેટ
આપણે આ વાતથી ઇન્કાર કરી શકીએ નહીં કે પ્રકૃતિએ જે વસ્તુનું પણ નિર્માણ કર્યું છે. તે પછી જીવિત હોય કે મૃત દરેક પર ઉર્જાઓનું નિયંત્રણ હોય છે. આજ ઉર્જા તે વસ્તુઓને સંચાલિત કરે છે. જે સકારાત્મક હોય છે કે નકારાત્મક. આ ઉર્જા ગ્રહોમાં પણ રહેલી છે અને દરેક ગ્રહોનું પ્રતિનિધિ રત્ન તેમજ ક્રિસ્ટલ હોય છે. જે સંબંધિત ગ્રહોની ઉર્જાને શોષવાની ક્ષમતા રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@06 PM: ગુજરાતનાં કર્મચારીઓ માટે હાઈકૉર્ટનો મહત્વનો ચુકાદો સહિતનાં સમાચાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/headlines-on-18th-may-till-6-pm/
via Best Gujarati News
0 Comments