ચૂંટણી પ્રચારની દોડધામ બાદ PM મોદી શિવના શરણમાં, કેદારનાથની ગુફામાં આખી રાત કરશે સાધના
લોકસભા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિવજીની સાધના માટે કેદારનાથ પહોંચ્યા હતા. અહીં મંદિર પરિસરમાં પહોંચતાં કેદારનાથ તીર્થના પુરોહિતોએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓએ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી હતી અને રૂદ્રાભિષેક માટે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો.
Prayed at the Kedarnath Temple. Har Har Mahadev! pic.twitter.com/ox7LMCZmfi
— Chowkidar Narendra Modi (@narendramodi) May 18, 2019
લગભગ અડધો કલાક સુધી પૂજા કર્યા બાદ પીએમ મોદીએ મંદિરની પરિક્રમા કરી અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ બાદ પીએમ મોદીએ કેદારનાથની ગુફામાં ધ્યાન કર્યું હતું અને રવિવારે તેઓ બદ્રીનાથ જશે. વડા પ્રધાનની મુલાકાતને પગલે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
#WATCH Prime Minister Narendra Modi on his way to a holy cave near Kedarnath Shrine, Uttarakhand pic.twitter.com/cYxhsc720E
— ANI (@ANI) May 18, 2019
વડા પ્રધાન મોદીએ કેદારનાથની યાત્રામાં સ્લેટી રંગના પહાડી પરિધાન અને ટોપી પહેરી હતી, તો કમરમાં કેસરિયો ખેસ બાંધ્યો હતો. હેલિપેડથી મંદિર સુધી ચાલતાં જતાં તેઓએ રસ્તાની બંને બાજુ હાજર શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, વડા પ્રધાન મોદી લોકસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીની જીત માટે આશીર્વાદ લેવા માટે શિવજીની શરણોમાં આવ્યા છે.
Prime Minister Narendra Modi meditates at a holy cave near Kedarnath Shrine in Uttarakhand. pic.twitter.com/KbiDTqtwwE
— ANI (@ANI) May 18, 2019
ગુરુડચટ્ટીમાં સાધના બાદ પ્રથમ વખત પીએમ મોદી કેદારનાથમાં ધ્યાન લગાવી રહ્યા છે. કેદારનાથ ધામની ઊંચાઈ સમુદ્ર તટથી 11700 ફૂટ છે. જ્યારે મંદિર પરિસરથી દોઢ કિમી દૂર બનેલી ગુફાની ઊંચાઈ 12250 ફૂટ છે. બે વર્ષમાં વડા પ્રધાનની આ ચોથી કેદાર યાત્રા છે. પીએમ મોદીએ કેદારનાથ પુનર્નિમાણના કાર્યોની સમીક્ષા પણ કરી હતી. પીએમ મોદી રાતભર ગુફામાં સાધના કર્યા બાદ રવિવારની સવારે બદ્રીનાથ જશે.
Reviewing aspects of the ongoing Kedarnath Development Project. pic.twitter.com/bVOFnCozug
— Chowkidar Narendra Modi (@narendramodi) May 18, 2019
રવિવારે બદ્રીનાથ દર્શન કર્યા બાદ પીએમ મોદી દિલ્હી પરત ફરશે. પ્રથમ વખત પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથના દર્શન એક જ મુલાકાતમાં કરશે. બીજેપી પ્રદેશ અધ્યક્ષનું કહેવું છે કે, પીએમ મોદીની આ યાત્રાનો ઉદ્દેશ આધ્યાત્મિક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચૂંટણી પ્રચારની દોડધામ બાદ PM મોદી શિવના શરણમાં, કેદારનાથની ગુફામાં આખી રાત કરશે સાધના appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-narendra-modi-meditate-in-kedarnath-after-election-campaign/
via Best Gujarati News
0 Comments