જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં સામસામે ફાયરિંગ થયું હતું. આ અથડામણમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મોતને ઘાટ ઉતારેલાં આતંકીઓમાં શૌકત અહમદ ડાર પણ સામેલ છે, જે સેનાના જવાબ ઔરંગઝેબની હત્યામાં સામેલ હતો.

પુલવામાના અવંતીપોરાના પંજગામમાં સવારે આતંકવાદીઓની 130 બટાલિયન સીઆરપીએફ, 55 આરઆર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ વચ્ચે અથડામણ થઈ હતી. ત્યાં જ સુરક્ષાબળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. તેમાંનો એક આતંકી શૌકત અહમદ ડાર હતો. બાતમીને આધારે સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, બાતમી બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે છૂપાયેલાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રવક્તાએ કહ્યું કે, ત્રણેય આતંકીઓની લાશ કબ્જે કરાઈ છે અને ઘટનાસ્થળેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. મૃત આતંકવાદીઓમાં અવંતીપોર સ્થિત પંજગામના શોકત ડાર, સોપોરમાં વદૂરા પાયીનના ઈરફાન વાર અને પુલવામામાં તહાબના મુઝફ્ફર શેખનનો સમાવેશ થાય છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, ત્રણેય આતંકવાદીઓનો સંબંધ હિઝબુલ મુજાહિદ્દીન સાથે છે. પોલીસે જણાવ્યું કે, ડાર વિસ્તારમાં અનેક આતંકી હુમલાઓની યોજના બનાવવામાં અને તેને અંજામ આપવામાં સામેલ છે. એટલું જ નહીં, ડાર ભારતીય સેનાના જવાન ઔરંગઝેબની હત્યાનો પણ આરોપી હતો.

કેવી રીતે કરાઈ હતી ઔરંગઝેબની હત્યા?

ઔરંગઝેબ હનિફ ઈદની રજા પર તેમના ઘરે જઈ રહ્યા હતા,ત્યારે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહરણ બાદ જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી ઔરંગઝેબનો મૃતદેહ મળી આવ્યો હતો. તે સમયે ઔરંગઝેબનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં આતંકવાદીઓ તેમની પૂછપરછ કરી રહ્યા છે. આતંકીઓએ માથા અને ગળાના ભાગે ગોળીઓ મારી ઔરંગઝેબની હત્યા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારતીય સેનાએ લીધો બદલો, જવાન ઔરંગઝેબની હત્યા કરનાર આતંકીને ઠાર માર્યો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/terrorist-involved-in-murder-of-army-jawan-aurangzeb-killed-in-encounter/
via Best Gujarati News

0 Comments