પ્રેમિકાએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા વિફરેલા પ્રેમીએ ભર્યું ખતરનાક પગલું
લવ સ્ટોરી શબ્દ સાંભળતાની સાથે જ યુવા વર્ગનાં મનમાં એક ભૂકંપ આવી જાય છે. પરંતુ ક્યારેક આ જ બે શબ્દો ‘લવ’ ભારે પડી જતા હોય છે. તો આ મહિલાને પણ કંઈક એ જ રીતે ભારે પડ્યું છે. વાત છે ઉત્તર પ્રદેશના શાહજહાંપૂરની. ઘટના એટલી ખતરનાક છે કે સાંભળીને તમારા રૂવાટાં ઉભા થઈ જશે. કારણ કે આ કેસમાં મહિલાએ શારીરિક સંબધ બાંધવા માટે ઇન્કાર કર્યો તો પૂરૂષે મહિલા પર એસિડ એટેક કર્યો હતો.
આ ઘટનાં ઉત્તર પ્રદેશના શાહજહાંપૂરનાં તિલહર વિસ્તારમાં બની હતી. ઘટનાનાં પગલે લોકોમાં અત્યારે ડરનો માહોલ છે. પરંતુ પોલીસ અધીકારી ગ્રામીણ સુભાષ ચંદ્ર શાક્યએ શુક્રવારે એવું જણાવ્યું કે તિલહર વિસ્તારમાં કછિયાના ખેડાની 45 વર્ષની એક મહિલાને ત્યાં રહેતા નસીમઉલ્લા સાથે પાંચ વર્ષથી સંબધ હતો.
ગુરુવારે રાતે મહિલાને આ પૂરૂષે બગીચામાં બોલાવી અને શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. પોલીસ પાસે લખાવેલી ફરિયાદમાં એવું લખ્યું છે કે, એકવાર મહિલાએ ના પાડી તો પૂરૂષે બીજી વખત પૂછ્યું. છતાં પણ મહિલાએ ના જ પાડી. ત્યારબાદ પૂરૂષનો ગુસ્સો આસમાને ગયો અને ચિડાઈને મહિલા પર એસિડ એટેક કર્યો. પોલિસ અધિકારીનું કહેવું છે કે, મહિલાની ફરિયાદ પર તે આરોપી પુરૂષની ધરપકડ કરી લીધી છે. તેમજ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પ્રેમિકાએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા વિફરેલા પ્રેમીએ ભર્યું ખતરનાક પગલું appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/shahjahanpur-girlfriend-said-no-man-acid-attack/
via Best Gujarati News
0 Comments