કમલ હાસનનું વધુ એક વિવાદિત નિવેદનઃ ભારતમાં ‘હિન્દુ’ શબ્દનો જન્મ નથી થયો, મુગલોએ આપ્યું નામ
અભિનેતામાંથી નેતા બનેલાં કમલ હાસન એક બાદ એક વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે. પહેલાં હિન્દુ આતંકીનું નિવેદન આપ્યા બાદ કમલ હાસને કહ્યું છે કે, હિન્દુ શબ્દ ભારતનો નથી. આ શબ્દ આપણને મુગલોએ આપ્યો છે. અને બાદમાં અંગ્રેજોએ પોતાના રાજમાં તેને ફેલાવ્યો છે. તેઓએ કહ્યું કે, પહેલી સદીના તમિલ ભારતના અલવાર અને નયનાર પંરપરામાં પણ ક્યારેય પણ ધર્મ માટે હિન્દુ શબ્દનો ઉલ્લેખ નથી.
ટ્વીટર પર કમલ હાસને તામિલ ભાષામાં લખ્યું કે, કોઈપણ પ્રાચીન ગ્રંથમાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ નથી મળતો. મુગલ સહિત અન્ય વિદેશી આક્રમણકારીઓએ આ શબ્દ આપ્યો છે. તેને કોઈ ધર્મનું નામ આપી દેવું ખોટું છે. આપણી ઓળખાણ ભારતીય રીતે થવી જોઈએ, ન કે હિન્દુ તરીકે.
આ અગાઉ કમલ હાસને વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, આઝાદ ભારતનો પહેલો આતંકી હિન્દુ હતો. તેનું નામ હતું નથુરામ ગોડસે. અહીંથી જ આતંકની શરૂઆત થઈ હતી. આ નિવેદન બાદ કમલ હાસનની ભારે ટીકાઓ થઈ હતી. તમામ હિન્દુ સંગઠનો અને ભાજપે આ નિવેદનને લઈ હાસનને આડે હાથ લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કમલ હાસનનું વધુ એક વિવાદિત નિવેદનઃ ભારતમાં ‘હિન્દુ’ શબ્દનો જન્મ નથી થયો, મુગલોએ આપ્યું નામ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/kamal-haasan-claims-the-word-hindu-is-not-indian/
via Best Gujarati News
0 Comments