કઈ રીતે કરવામાં આવે છે અને કેવી રીતે તૈયાર થાય છે એક્ઝિટ પોલ? જાણો અહિં
2019ની લોકસભા ચૂંટણી હવે તેના છેલ્લા તબક્કામાં છે. ત્યારે 19 મેંના રોજ છેલ્લા એટલે કે સાતમાં તબક્કાનું મતદાન થવાનું છે. જેવું છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થશે કે તરત જ એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ જશે. સમગ્ર દેશની જનતાનું ધ્યાન ચૂંટણી પરિણામ પહેલા આવતા આ એક્ઝિટ પોલ પર હોય છે. એવું માનવામાં આવે છે કે આ પોલ કેટલીક હદ સુધી સાચા પરિણામ આપવામાં સફળ રહે છે.
કઈ રીતે કરવામાં આવે છે એક્ઝિટ પોલ?
એક્ઝિટ પોલ હંમેશા મતદાનના દિવસે જ કરવામાં આવે છે. જ્યારે મતદાતા મત આપીને બહાર નીકળે છે ત્યારે તેને પૂછવામાં આવે છે અને તેના મનની વાત જાણવાનો પ્રયત્ન કરવામા આવે છે. ત્યારબાદ એવું નક્કી કરવાનો પ્રયત્ન કરવામા આવે છે કે મતદાતા કોને મત આપીને આવ્યો છે. મતદાનના થોડા દિવસો બાદ એકઠા કરેલા આંકડા પરથી વિશ્લેષકો દ્વારા એ સાંજે એક્ઝિટ પોલ બતાવવામાં આવે છે. પરંતુ જો આ લોકસભા ચૂંટણીની જેમ કેટલાક તબક્કામાં મતદાન હોય તો એવા કિસ્સામાં છેલ્લા તબક્કા પછી એક્ઝિટ પોલ બતાવવામાં આવે છે.
શા માટે મતદાન પછી જ બતાવવામાં જ આવે છે?
ચૂંટણી પૂરી થયા બાદ જ એક્ઝિટ પોલ એટલા માટે બતાવવામાં આવે કે, મતદાતાઓ પર તેમની કોઈ અવળી અસર ન પડે અને માનસિક રીતે મતદાતા સ્વસ્થ રહે. જન પ્રતિનિધિત્વ કાયદો 1951ની કલમ 126 A પ્રમાણે મતદાન સમયે એવી કોઈ પણ વસ્તુ કે ઘટનાં ન બનવી જોઈએ કે જેનાં કારણે મતદાતાઓ પર માનસિક અસર પડે. માટે આ એક્ઝિટ પોલ ત્યારે જ પ્રસારિત કરવામાં આવે કે જ્યારે મતદાન પૂર્ણ થઈ ગયું હોય.
હંમેશા પોલ પ્રમાણે જ ફાઈનલ પરિણામ આવે છે?
જો કોઈ એવું માનતું હોય કે એક્ઝિટ પોલનાં પરિણામ હંમેશા સાચા જ હોય તો તે વાત તદ્દન ખોટી છે. ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પણ પડે છે. જ્યારે એ ખોટુ પડે ત્યારે એનું મુખ્ય કારણ હોય છે મતદાન દરમિયાન ભેગી કરવામાં આવેલી માહિતી. જ્યારે કોઈ એક મતદાતા સાથે વાત થતી હોય તો બીજા ઘણા મતદાતા પોતાની રાય વચ્ચે વચ્ચે આપતા હોય છે. જેનાં કારણે એક્ઝિટ પોલ ખોટો પણ સાબિત થાય છે.
એક્ઝિટ પોલની શરૂઆત ક્યારે થઈ હતી?
એવું માનવામા આવે છે કે, એક્ઝિટ પોલની શરૂઆત વર્ષ 1967માં થઈ હતી. નેધરલેન્ડના એક સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજકીય વિશ્લેષક માર્સેલ વાન ડેને પોતાના દેશની ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ કર્યો હતો. તેમજ એવું પણ માનવામાં આવે છે કે એ સમય દરમિયાન જ પહેલી વખત અમેરિકાના એક રાજ્યમાં એક્ઝિટ પોલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કઈ રીતે કરવામાં આવે છે અને કેવી રીતે તૈયાર થાય છે એક્ઝિટ પોલ? જાણો અહિં appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/how-is-it-done-and-how-ready-is-the-exit-poll/
via Best Gujarati News
0 Comments