News@06 PM: ઠાકોર સંતના મૃત્યુની અફવા, ટ્રાફિક પોલીસે માનવતા મહેકાવી
ઠાકોર સંત સદારામ બાપુના મૃત્યુની અફવા સોશિયલ મીડિયામાં ફેલાઇ. અ’વાદમાં ટ્રાફિક પોલીસે માનવતા મહેકાવી, 108ની ગરજ સારી બચાવી જિંદગી. ‘બંગાળમાં બબાલ’, શાહની રેલીમાં પહોંચી પોલીસ, PM મોદીના પોસ્ટર હટાવાયા. પાકિસ્તાન હવે ફફડી ઉઠશે, ભારત સરહદે તૈનાત કરશે ‘એર ડિફેન્સ યુનિટ’. બાલાકોટ એર સ્ટ્રાઈક મામલે PM મોદીને પૂર્વ વાઈસ માર્શલનું ખુલ્લુ સમર્થન. ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ સૌમ્યા ટંડનના ફેન્સ માટે સારા સમાચાર, Video પોસ્ટ કરી આપ્યો સંદેશ. આકરી ગરમીમાં સરકાર આપશે ઠંડક, ઓનલાઇન AC ખરીદવા પર મળશે બંપર છૂટ. IPL ટ્રોફી સાથે જ્યારે એન્ટિલિયા પહોંચ્યા નીતા અંબાણી, આવી રીતે કર્યું સેલિબ્રેટ સહિતના અગત્યના સમાચાર.
વધુ વાંચવા કરો ક્લિક-1: ઠાકોર સંત સદારામ બાપુના મૃત્યુની અફવા સોશિયલ મીડિયામાં ફેલાઇ
વધુ વાંચવા કરો ક્લિક-2: અ’વાદમાં ટ્રાફિક પોલીસે માનવતા મહેકાવી, 108ની ગરજ સારી બચાવી જિંદગી
રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલની ઉમદા કામગીરીનો વધુ એક કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે. ગઇકાલે (સોમવારે) પાલડી ખાતે લાગેલી બાળકોની હોસ્પિટલમાં આગના પગલે એક જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલે પોતાના જીવના જોખમે અનેકનો જીવ બચાવ્યો હતો,
વધુ વાંચવા કરો ક્લિક-3: ‘બંગાળમાં બબાલ’, શાહની રેલીમાં પહોંચી પોલીસ, PM મોદીના પોસ્ટર હટાવાયા
કોલકાતામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહની રેલી પહેલાં કોલકાતા પોલીસ રેલી સ્થળે પહોંચી ગઈ હતી, અને પરમિશનના પેપર્સ માગ્યા હતા. રિપોર્ટ મુજબ, કોલકાતા પોલીસે સ્ટેજ સાથે સંકળાયેલી પરમિશન માગી હતી, અને પેપર ન આપવા પર સ્ટેજ તોડવાની વાત કરી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-4: PM મોદીએ વારાણસીના મતદાતાઓને આપ્યો ‘ખાસ’ સંદેશ, સંભળાવી પોતાની કવિતા
વડપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના મતદાતાઓ માટે એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. વડાપ્રધાને છેલ્લા 5 વર્ષમાં વારાણસીમાં થયેલા વિકાસ અને વિકાસની યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, વડાપ્રધાન તરીકે વારાણસીથી મળેલો અનુભવ તેમના માટે એકદમ અદભુત છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: પાકિસ્તાન હવે ફફડી ઉઠશે, ભારત સરહદે તૈનાત કરશે ‘એર ડિફેન્સ યુનિટ’
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. જો કે, સમય સાથે ભલે તણાવ ઓછો થયો હોય, પણ ભારતને હજુ પણ પાકિસ્તાન પર ભરોસો નથી.
વધુ વાંચવા કરો ક્લિક-6: બાલાકોટ એર સ્ટ્રાઈક મામલે PM મોદીને પૂર્વ વાઈસ માર્શલનું ખુલ્લુ સમર્થન, કહ્યું કે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘રડાર’ વાળા નિવેદનને લઈને ભારે ચર્ચા જાગી છે. એક તરફ લોકો તેમના આ નિવેદનની ટીકા કરી રહ્યાં છે તો કેટલાલ લોકો પીએમ મોદીના નિવેદનનું સમર્થન કરી રહ્યાં છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ સૌમ્યા ટંડનના ફેન્સ માટે સારા સમાચાર, Video પોસ્ટ કરી આપ્યો સંદેશ
‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ ટીવી એક્ટ્રસ સૌમ્યા ટંડન પ્રેગ્નેંસીના કારણે ઘણા સમયથી શોમાંથી બહાર છે. જોકે હવે સૌમ્યા ટંડનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ સૌમ્યા ટંડન જલ્દી શોમાં વાપસી કરી રહી છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: World Cup 2019ને ફિક્સિંગથી બચાવવા, ટીમ સાથે હોટલમાં રોકાશે આ વ્યક્તિ
પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) વિશ્વકપમાં ૧૦ ટીમો પાસે ભ્રષ્ટાચાર નિરોધક અધિકારી રહેશે, જેથી ટૂર્નામેન્ટને ફિક્સિંગથી બચાવી પાક અને સાફ રાખી શકાય.
વધુ વાંચવા કરો ક્લિક-9: આકરી ગરમીમાં સરકાર આપશે ઠંડક, ઓનલાઇન AC ખરીદવા પર મળશે બંપર છૂટ
જો તમે આવનારા દિવસોમાં એસીની ખરીદી કરવાનું વિચારી રહ્યાં છો તો થોભો. આવું એટલા માટે કે જુલાઇમાં તમને બજાર ભાવ કરતા 30 ટકા સસ્તું એસી ખરીદવાની તક મળશે.
વધુ વાંચવા કરો ક્લિક- 10: આ રાશિની છોકરીઓ હંમેશા તેમના પતિને આપે છે દગો, પૈસા જોઇને કરે છે પ્રેમ
દુનિયામાં ઘણી રાશિની છોકરીઓ છે જેમની કિસમ્તમાં ઘણી એવી વાતો છે. એવામાં આજના સમયમાં છોકરી હોય કે છોકરો દરેક લોકોને તેમના સપના હોય છે. લગ્ન બાદ બન્નેના જીવનમાં અનેક બદલાવ આવે છે.
વધુ વાંચવા કરો ક્લિક- 11: IPL ટ્રોફી સાથે જ્યારે એન્ટિલિયા પહોંચ્યા નીતા અંબાણી, આવી રીતે કર્યું સેલિબ્રેટ
હૈદરાબાદમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ ફાઇનલમાં મુંબઈની ટીમે રોમાંચક અંદાજમાં જીત પ્રાપ્ત કરી. આ દરમિયાન ટીમની માલિક નીતા અંબાણી મેદાનમાં સતત ટીમનો ઉત્સાહ વધારતા દેખાયા હતા.
વધુ વાંચવા કરો ક્લિક- 12: આરતી કરતી સમયે હાથમાંથી પડી જાય છે દીવો તો થશે અપશુકન
આપણે દરેક લોકો જાણીએ છીએ કે ઘણી વખત ઘરના મોટા લોકો સામાન્ય ઘટના પર ભવિષ્યનો અંદાજો લગાવી લે છે અને એવું કઇ થાય છે ત્યારે જ્યારે આપણા હાથમાંથી કંઇક પડી જાય છે. કેટલીક વખત અજાણતા આપણા હાથથી કોઇને કોઇ વસ્તુ પડી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@06 PM: ઠાકોર સંતના મૃત્યુની અફવા, ટ્રાફિક પોલીસે માનવતા મહેકાવી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/14-may-2019-top-headlines-til-06-pm-2/
via Best Gujarati News
0 Comments