તમિલનાડુનું તિરુપુર શહેર વિશ્વભરમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનાં કપડાં માટે જાણીતું છે. હવે વિશ્વમાં પ્રખ્યાત હોઝિયારી હબમાં પાળતું ડોગ્સ માટેનાં કપડાં બનશે. હવે અમેરિકાના રસ્તા પર શાનદાર હૂ઼ડી પહેરેલાં ગોલ્ડન રિટ્રીવર ડોગ્સ જોવાં મળે તો, એ સંભવ છે કે, તેમનાં કપડાં પર મેડ ઈન તિરુપુરનું ટેગ લગાવેલું હોય.

અમેરિકાની એક ફર્મે ત્રણ મહિના પહેલાં તિરુપુર સ્થિત પલ્લડમમાં પાળતું ડોગ્સ માટે 50 હજાર કપડાં તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો છે. જેને કારણે આ યુનિટ ચમકતાં રંગોવાળાં સ્વેટર તૈયાર કરવામાં લાગી ગયું છે. આ ઉપરાંત અન્ય ફર્મોને પણ પાળતું પ્રાણીઓ માટે કપડાં તૈયાર કરવાના ઓર્ડર મળ્યા છે.

નામ ન આપવાની શરતે એક યુનિટના માલિકે કહ્યું કે, અમે થોડાં મહિનાઓ પહેલાં તેમનો સંપર્ક કર્યો હતો. અમે થોડાં સેમ્પલ પણ મોકલાવ્યા હતા. અને ખરીદદાર તેનાં માટે તરત જ માની ગયા હતા. કપડાંનું પહેલું કન્સાઈનમેન્ટ ત્રણ મહિનામાં મોકલી દેવામાં આવશે. તિરુપુરમાં થોડાં સમય પહેલાં પાળતું પ્રાણીઓનાં કપડાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. પણ પહેલીવાર વિદેશથી ઓર્ડર મળવાની શરૂઆત થઈ છે.

તિરુપુર એક્સપોર્ટ એસોસિયેશનના મેમ્બર કુમાર દૂરઈસામી કહે છે કે, પશ્ચિમી દેશોના ખરીદદાર પાળતું પ્રાણીઓ માટે કપડાં ચીનથી લે છે. પણ અમેરિકાએ ચીન પર આર્થિક પ્રતિબંધોને પગલે અમેરિકાના ખરીદદારો હવે ભારત પાસે આવી રહ્યા છે. પાળતું પ્રાણીઓનાં કપડાં તૈયાર કરવામાં ચીન બજારમાં અગ્રણી ભૂમિકા ભજવે છે. પણ તિરુપુરને આશા છે કે, અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારતને તેનો ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટ્રેડ વોર ભારત માટે બન્યું આશિર્વાદરૂપ, અમેરિકાના કૂતરાં પહેરશે ભારતની આ જગ્યાએ બનેલાં કપડાં appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/american-pets-wear-indian-garments-made-in-tamilnadu/
via Best Gujarati News

0 Comments