વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘રડાર’ વાળા નિવેદનને લઈને ભારે ચર્ચા જાગી છે. એક તરફ લોકો તેમના આ નિવેદનની ટીકા કરી રહ્યાં છે તો કેટલાલ લોકો પીએમ મોદીના નિવેદનનું સમર્થન કરી રહ્યાં છે. કેટલાક લોકો બાલાકોટ એર સ્ટ્રાઈક સમયે વાદળોના કારણે સંભવત: લાભ મળ્યો હોવાની વાતને સ્વિકારી રહ્યાં છે.

પૂર્વ વાઈસ માર્શલ આદિત્ય વિક્રમ પેઠિયાએ કહ્યું હતું કે, વાદળ અને વરસાદના વાતાવરણમાં ફાઈટર જેટ્સની ઉડાન હંમેશા પડકારજનક રહે છે. આ સ્થિતિથી બચી શકાય તેવા પ્રયાસ કરવામાં આવતા હોય છે. નાના મોટા વાદળોના કારણે રડારને વધારે ફરક નથી પડતો પરંતુ જો વાદળ વધારે ઘેરા હોય તો યુદ્ધ વિમાનોને એકદમ સટીક જાણકારી મળવી મુશ્કેલ બની જાય છે. આ કંઈક એવી બાબત છે કે જ્યારે વરસાદ, વાવાઝોડું આવે છે ત્યારે થોડા સમય માટે ટીવીના સિગ્નલ ડિસ્ટર્બ થઈ જાય છે.

આદિત્ય વિક્રમ પેઠિયા 1971ના યુદ્ધમાં બિકાનેર બોર્ડર પર હવાઈ હુમલામાં શામેલ થયા હતાં. આ હુમલામાં તેમને યુદ્ધકીદ્દી બનાવવામાં આવ્યા હતાં અને 5 મહિના, 3 દિવસ અને 8 કલાક પાકિસ્તાનમાં યાતના સહન કરવી પડી હતી. જેલમાંથી પાછા ફર્યા બાદ તેમણે રાષ્ટ્રપતિ વીવી ગિરીએ 1973માં તેમને વીર ચક્રથી સમ્માનીત કર્યા હતાં.

રડાર પર વાતાવરણની અસર થાય છે

તો ઓરિસ્સા ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બિજયંત પાંડાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનનું સમર્થન કર્યું હતુ જેમાં તેમણે વાતાવરણના કારણે રડારને અસર થઈ હોવાની વાત કરી હતી. બિજયંત પાંડાએ મિશિગન ટેક્નિકલ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. રાજકારણમાં આવ્યા તે પહેલા બિજયંત પાંડા કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરી ચુક્યા છે. તેમણે બીજૂ પટનાયક અને તેમના દિકરા અને ઓરિસ્સાના વર્તમાન મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે કામ કરી રહ્યાં છે. તેમણે એક લિંક પણ શેર કરી છે જેમાં રડાર સાથે સંબંધીત જાણકારી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એક વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું દિવસભર ખુબ વ્યસ્ત હતો. એર સ્ટ્રાઈકના નિર્ણય પર મેં રાત્રે 9 વાગ્યે રિવ્યુ કરી. ત્યાર બાદ બાર વાગ્યે ફરી એકવાર રિવ્યુ કરવામાં આવ્યું. આપણી સામે એક સમસ્યા હતી તે સમયનું વાતાવરણ. આ સમયે વાતાવરણ ખુબ જ ખરાબ થઈ ગયું હતું. વરસાદ પણ પડી રહ્યો હતો. એક્સપર્ટ્સ તારીખ બદલવા માંગતા હતાં. પરંતુ મે કહ્યું હતું કે, આટલો વરસાદ પડી રહ્યો છે, વાદળ પણ છે તો એક ફાયદો એ પણ છે કે આપણે પાકિસ્તાનની રડારથી બચી પણ શકીએ છીએ. બધા જ અસમંજસમાં હતાં કે હવે શું કરવું, પણ મેં કહ્યું કે બાદળ છે, પણ જાવ અને તેઓ ઉપડી ગયા.

આ વીડિયો પણ જુઓ

આજથી સૌરાષ્ટ્ર પ્રિમીયમ લીગની શરૂઆત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બાલાકોટ એર સ્ટ્રાઈક મામલે PM મોદીને પૂર્વ વાઈસ માર્શલનું ખુલ્લુ સમર્થન, કહ્યું કે… appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/former-air-vice-marshal-defended-pm-modi-statement-on-radar/
via Best Gujarati News

0 Comments