ગર્લ્સ હોસ્ટેલમાં ઈન્ચાર્જના રૂમમાં રાત્રે થતી ‘ગંદી બાત’, છોકરીઓએ ભર્યું આ પગલું
ઝારખંડની રાજધાની રાંચીમાં એક ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓએ હોસ્ટેલના ઈન્ચાર્જ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. છોકરીઓએ કહ્યું કે, હોસ્ટેલમાં ઈન્ચાર્જના રૂમમાં રાતના સમયે બહારથી લોકો આવતાં હતા. જ્યારે આ મામલે છોકરીઓએ વિરોધ કર્યો તો, ઈન્ચાર્જ તેમને હેરાન કરવા લાગ્યા, અને કોલેજમાંથી બહાર કાઢી દેવા ધમકાવવા લાગ્યા હતા.
ઘટના રાંચીના સંત અન્ના બાલિકા હોસ્ટેલની છે. હોસ્ટેલમાં રહેતી છોકરીઓએ ઈન્ચાર્જ સિસ્ટર શશિલતા પર આરોપ લગાવતાં કોલેજના પ્રિન્સિપાલ સહિત DEOને આ મામલે ફરિયાદ કરી છે. છોકરીઓએ ઈન્ચાર્જ પર હેરાન કરવા અને ધમકાવવાનો આરોપ પણ લગાવ્યો છે.
ફરિયાદ કરનાર તમામ છોકરીઓ 10મા ધોરણની છે. તેઓએ હોસ્ટેલ ઈન્ચાર્જ સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે. જેથી તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપી શકે. કેટલીય છોકરીઓએ ઈન્ચાર્જ શશિલતાના ડરને કારણે હોસ્ટેલ પણ છોડી દીધી છે.
છોકરીઓનું કહેવું છે કે, નાની-નાની વાતોમાં શશિલતા તેમને હોસ્ટેલમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપતી હતી. તો ઘણી વાર છોકરીઓના માતા-પિતાને પણ બોલાવી દેતી હતી. છોકરીઓએ ફરિયાદ કરી કે, રાત્રિના સમયે શશિલતાના રૂમમાં ઘણાં પુરુષો મળવા આવતા હતા. તે આખી રાત તેના રૂમમાં રોકાતા હતા. અને તેને કારણે હોસ્ટેલનું વાતાવરણ પણ બગડતું હતું.
છોકરીઓનો આરોપ છે કે, શશિલતા વિરુધ્ધ પહેલાં પણ પોલીસ ફરિયાદ થઈ છે. જો કે, આ મામલે પ્રિન્સિપાલે કહ્યું કે, આ હોસ્ટેલનો મામલો છે, અને તેમાં તે કાંઈ કરી શકે નહીં. તો DEOએ આ મામલાને ગંભીરતાથી લેતાં તપાસ માટે એક વિશેષ ટીમનું ગઠન કર્યું છે. હાલ તો ફરિયાદ કરનાર છોકરીઓ હોસ્ટેલ છોડીને જતી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગર્લ્સ હોસ્ટેલમાં ઈન્ચાર્જના રૂમમાં રાત્રે થતી ‘ગંદી બાત’, છોકરીઓએ ભર્યું આ પગલું appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/jarkhand-girls-complaint-against-hostel-incharge-in-deo/
via Best Gujarati News
0 Comments