News@06 PM: સુરત અગ્નિકાંડ બાદ BJPનો મહત્વનો નિર્ણય, તંત્ર પણ આવ્યું એક્શનમાં
સુરતમાં 22 વિદ્યાર્થીઓનાં આગમાં મોત થયા બાદ મોડે મોડે તંત્ર જાગ્યું છે અને તેણે કેટલાક મહત્વનાં પગલા લીધા છે, જે તેમણે આ અગ્નિકાંડ બન્યા પહેલા જ લેવા જોઇતા હતા. તો ભાજપે પણ સુરત અગ્નિકાંડની ઘટનાને જોતા વડાપ્રધાન મોદી અને અમિત શાહ લોકસભામાં પ્રચંડ જીત મેળવ્યા બાદ પહેલીવાર આવ્યા છે ત્યારે સાદગીથી આખો કાર્યક્રમ કરવાનો નિર્ણય લીધો છે. સુરતમાં વિદ્યાર્થીઓનાં મોત બાદ ત્યાં ગયેલા હાર્દિક પટેલનો લોકોએ ખુલ્લો વિરોધ કર્યો હતો. તો અમેઠીમાં ભાજપનાં એક વિશ્વાસુ કાર્યકરની હત્યા બાદ સ્મૃતિ ઇરાની અંતિમ યાત્રામાં ગયા હતા અને તેમની અર્થીને કાંધ આપી હતી. સહિતનાં મહત્વનાં સમાચાર વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.
વધુ વાંચવા કરો ક્લિક-1: સુરતની ગોઝારી ઘટના બાદ ગુજરાત ભાજપે દીલ જીતી લે તેવો નિર્ણય લીધો
લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્યાતિભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર એકસાથે ગુજરાતમાં થોડી ક્ષણોમાં આવી પહોંચશે ત્યાં જ એક સમાચાર સામે આવી રહ્યા છે જેમા ગુજરાતમાં આ બે દિગ્ગજો જ્યારે આવશે ત્યારે કોઇ પણ પ્રકારનો દારૂગોળાનો ઉપીયોગ કરવામા નહી આવે સાથે જ ઢોલ નગારા પણ શાંત રહેશે.
વધુ વાંચવા કરો ક્લિક-2: સુરતની ગોઝારી ઘટના બાદ તંત્રએ રાજ્યમાં લીધો સૌથી મોટો નિર્ણય
22 વિદ્યાર્થીઓ આગમાં ભડથું થયા બાદ રાજ્ય સરકારની ઉંઘ ઉડી છે રાજ્યની ફાયર સેફ્ટીની સુવિધા વગરની 9335 બિલ્ડિંગોને ફાયર સુવિધાના અભાવના કારણે શો કોઝ નોટિસ અપાઈ છે આવતી કાલે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સુરતની ઘટનાની સમીક્ષા માટે બેઠક મળશે.
વધુ વાંચવા કરો ક્લિક-3: સુરતમાં બાળકોનાં મોત પર રાજનીતિ કરી ચમકવા ગયેલા હાર્દિકનો ખુલ્લો વિરોધ
સુરતનાં સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં વિદ્યાર્થીઓનાં મોતના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાર્દિક પટેલે ઘટનાનાં એક દિવસ બાદ ઘટનાસ્થળે પહોંચી પાલિકા, ફાયર વિભાગ, GEB પર આક્ષેપો કર્યા હતા. અને સુરતનાં મેયર સહિત જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-4: અમેઠીમાં પોતાના વિશ્વાસુની હત્યાથી સ્મૃતિ ઈરાની ભાવુક, અર્થીને આપી કાંધ
કોંગ્રેસના ગઢ અમેઠીથી ભાજપ નેતાન સ્મૃતિ ઇરાનીની જીતના બે દિવસ બાદ જ તેમના નજીક મનાતા નેતા સુરેન્દ્ર સિંહની ગોળી મારી હત્યા કરી દેવાઇ હતી. આજે તેમની અંતિમ યાત્રામાં સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા. અને તેમની અર્થીને કાંધ આપી હતી. સુરેન્દ્ર સિંહના દીકરાએ કોંગ્રેસ કાર્યકર પર પિતાની હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે 7 શકમંદોની અટકાયત કરી લીધી છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: BJPની પ્રચંડ બહુમતની જીત બાદ પાકિસ્તાન પડ્યુ ઘુંટણીયે, મૂક્યો આ પ્રસ્તાવ
પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે, તેમનો દેશ ભારતની નવી સરકારથી તમામ મુદ્દાઓ પર વાતચીત માટે તૈયાર છે. સરકારી રેડીયો પાકિસ્તાનની ખબર અનુસાર, શનિવાર રાત્રે મુલ્તાનમાં એક ઇફ્તાર પાર્ટીને સંબોધિત કરતા કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંન્નેને ક્ષેત્રની સમૃદ્ધિ અને શાંતિ માટે વાતચીત કરીને મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઇએ.
વધુ વાંચવા કરો ક્લિક-6: વીમા કંપનીની ભૂલથી લીક થયા 88.5 કરોડ બેંકના ટ્રાન્ઝેક્શન અને સિક્યોરિટી નંબર
રિયલ એસ્ટેટ સંબંધિત વીમાના ક્ષેત્રમાં કામ કરતી કંપનીની ભૂલથી 88.5 કરોડ ફાઇલોમાં સંવેદનશીલ ગ્રાહકોનું નાણાકીય રેકોર્ડ લીક થયા છે. લીક થયેલ ડેટામાં લોકોના એકાઉન્ટ નંબરનો પણ સમાવેશ થાય છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર મુંબઈ પહોંચ્યો સની દેઓલ, મીડિયાને જોઈ આપ્યું રિએક્શન
લોકસભા ચૂંટણી 2019માં ગુરદાસપુરથી ચૂંટણી જીત્યા બાદ સની દેઓલના પરિવારમાં ખુશીની લહેર છે. એક તરફ હેમા માલિનીએ બીજીવાર મથુરાની લોકસભા બેઠક પર જીત પ્રાપ્ત કરી છે. જ્યારે બીજી તરફ સની દેઓલ પહેલીવાર ચૂંટણી મેદાનમાં હતો અને શાનદાર જીત પ્રાપ્ત કરી. ગુરદાસપુરમાં જોરદાર જીત બાદ સની દેઓલ પરત મુંબઈ ફર્યો છે. સની દેઓલ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો જ્યાં મીડિયાને જોઈ સનીએ જીતની સાઇન બતાવી.
વધુ વાંચવા કરો ક્લિક-8: #MeToo ઝુંબેશથી જોડાયેલ વધુ એક એક્ટ્રેસ, કહ્યું-બાળપણમાં થયું હતું આવું
થોડા દિવસ પહેલા દેશભરમાં #MeTooની ઝુંબેશ ચાલી હતી. જેમાં બોલિવૂડની કેટલીક મોટી હસ્તીઓના નામ સામે આવ્યા હતા. જેમના પર જાતીય સતામણીનો આરોપ લાગ્યા હતા. આ હસ્તીઓમાં અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, ડાયરેક્ટર સાજીદ ખાન સહિત કેટલાક સામેલ છે. જ્યારે હવે આ #MeToo પર ચર્ચા કરતા હોલિવૂડ એક્ટ્રેસ જૂલિયાના મૂરે(Julianne Moore) એક મોટો ખુલાસો કર્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: વર્લ્ડ કપ: ન્યૂઝીલેન્ડ સામેની શરમજનક હાર બાદ કોહલીનું બહાનું, ચોખ્ખે ચોખ્ખુ કહી દીધું કે…
વર્લ્ડ કપ 2019ની તૈયારીઓને લઇને આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ટીમ ઇન્ડિયાની પોલ ખુલી ગઈ છે. શનિવારનાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમવામાં આવેલી વાર્મઅપ મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઇન્ડિયાનો ટૉપ ઑર્ડર નિષ્ફળ રહ્યો. આવામાં કેપ્ટન કોહલીએ કહ્યું કે ઇંગ્લેન્ડમાં વાદળ છવાયેલા રહેવાનાં કારણે ભારતનો ટૉપ ઑર્ડર નિષ્ફળ રહી શકે છે. આવામાં નીચેનાં ક્રમનાં બેટ્સમેનોએ વિશ્વ કપમાં તૈયાર રહેવું પડશે.
વધુ વાંચવા કરો ક્લિક-10: વર્લ્ડ કપ: વિરાટ-રોહિત સહિતનાં ધુરંધરો નિષ્ફળ જતા આ ખેલાડીને નંબર-4 પર લાવવાની માંગ
વિરાટ કોહલીની આગેવાનીમાં દિગ્ગજ બેટ્સમેન્સથી ભરેલી ટીમ ઇન્ડિયા આ વખતે આઈસીસી વિશ્વ કપની ફેવરેટ ટીમોમાંથી એક છે. ટીમને લઇને અત્યાર સુધી મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ પહેલી જ પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોની પોલ ખુલી ગઇ અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ભારતીય ટીમનાં કેપ્ટને હારનાં કારણો જણાવ્યા. ટીનો ટૉપ અને મિડલ ઑર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@06 PM: સુરત અગ્નિકાંડ બાદ BJPનો મહત્વનો નિર્ણય, તંત્ર પણ આવ્યું એક્શનમાં appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/headlines-on-the-26th-may-till-6-pm/
via Best Gujarati News
0 Comments