ભારતીય સમાજમાં માન્યતા પ્રમાણે ખરાબ પ્રભાવથી બચવા માટે ઝાડુ ફૂંકી અને પૂજા-પાઠનો સહારો લેવાય છે. કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ આવું જ થઇ રહ્યું છે. તેમના વારાણસી આગમનના ઠીક પહેલાં મોદી સમર્થકો એ કાશીના કોતવાલ અને ખરાબ નજરને દૂર કરનાર દેવતા કાળ ભૈરવના મંદિરમાં પીએમ મોદીના કટઆઉટની સાથે માત્ર ખાસ પૂજા જ નહીં પરંતુ નરેન્દ્ર મોદીની ઝાડુ ફૂંકીને નજર પણ ઉતારી.

લોકસભા ચૂંટણીમાં મળેલી અભૂતપૂર્વ જીત બાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશ અને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોતાની પહેલી મુલાકાતે આવી રહ્યા છે. તેને લઇ તૈયારીઓ જોરશોરથી થઇ રહી છે તો બીજીબાજુ નરેન્દ્ર મોદીના સમર્થકોને નરેન્દ્ર મોદી પર ખરાબ નજરનો ડર સતાવી રહ્યો છે. આ જ કારણ છે કે મોદી સમર્થક કાશીના કોતવાલ કહેવાતા બાબા કાલભૈરવના દરબારમાં અરજી લગાવા પહોંચ્યા જેથી કરીને ખરાબ નજરથી પીએમ મોદીને બચાવી શકાય.

તેના માટે કાળભૈરવના પૂજારીઓએ રવિવારના ખાસ દિવસે પીએમ મોદીના પ્રતિક સ્વરૂપે મોદીના કટઆઉટનું કાળ ભૈરવના દંડથી ઝાડુ ફૂંકીની અને કાળભૈરવના રક્ષા કવચ તરીકે માદરિયું પણ બાંધ્યું.

પૂજારીઓએ બટુક ભૈરવ સ્ત્રોત, કાળભૈરવ અષ્ટક સ્ત્રોત અને નવગ્રહ શાંતિ પૂરજ પણ કર્યું. પૂજારીઓ અને મોદી સમર્થકોને પૂરી આશા છે કે આ ઉપાયથી દેશના વડાપ્રધાન પર લાગેલી તમામ ખરાબ નજર અડચણથી મુક્તિ મળશે અને તેમના પર બાબા કાળભૈરવના આશીર્વાદ હંમેશા બની રહેશે.

આ સિવાય કાળભૈરવના પૂજારીઓએ ગર્ભગૃહમાં પણ મોદીના કટઆઉટને લઇ જઇ સરસિયાના તેલ અને મીઠાઇથી પીએમ મોદીની નજર ઉતારીને બાબાના આશીર્વાદ અપાવ્યા. પછી મીઠાઇ પરંપરાગત મંદિરની બહાર સ્વાનને પણ ખવડાવામાં આવી.

આપને જણાવી દઇએ કે 26મી એપ્રિલના રોજ પીએમ મોદીએ વારાણસી લોકસભા ક્ષેત્રમાંથી નામાંકન કરતાં પહેલાં કાર્યકર્તાઓ સાથે એક બેઠક કર્યા બાદ કહ્યું હતું કે હવે ચૂંટણી બાદ જ વારાણસી આવશે. પીએમ મોદીએ પોતાના નામાંકનની પહેલાં 25મી એપ્રિલના રોજ બીએચયુની બહાર મહામના મદનમોહન માલવીયાની મૂર્તિથી દશાશ્વમેધ ઘાટ સુધી રોડ શો કર્યો અને ત્યારબાદ ગંગા આરતીમાં ભાગ લીધો હતો. રાત્રે વારાણસીના ત્રણ હજાર ખાસ લોકોના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પીએમ મોદી ભલે વારાણસીમાં ચૂંટણી પ્રચાર માટે ના આવ્યા હોય પરંતુ તેમના મંત્રીમંડળના કેટલાંય મંત્રી, યુપીના મુખ્યમંત્રી, બંને ઉપમુખ્યમંત્રી, યુપી સરકારના કેટલાંય મંત્રી સમય-સમય પર વારાણસી જતા રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોદીને કયાંક નજર ના લાગી જાય! કાળભૈરવમાં ઝાડુ ફૂંકીને કરાઇ ખાસ પૂજા-અર્ચના appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/special-pooja-for-pm-narendra-modi-from-varansi/
via Best Gujarati News

0 Comments