અમેઠીમાં પોતાના વિશ્વાસુની હત્યાથી સ્મૃતિ ઈરાની ભાવુક, અર્થીને આપી કાંધ
કોંગ્રેસના ગઢ અમેઠીથી ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીની જીતના બે દિવસ બાદ જ તેમના નજીક મનાતા નેતા સુરેન્દ્ર સિંહની ગોળી મારી હત્યા કરી દેવાઇ હતી. આજે તેમની અંતિમ યાત્રામાં સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા. અને તેમની અર્થીને કાંધ આપી હતી. સુરેન્દ્ર સિંહના દીકરાએ કોંગ્રેસ કાર્યકર પર પિતાની હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે 7 શકમંદોની અટકાયત કરી લીધી છે.
#WATCH BJP MP from Amethi, Smriti Irani lends a shoulder to mortal remains of Surendra Singh, ex-village head of Barauli, Amethi, who was shot dead last night. pic.twitter.com/jQWV9s2ZwY
— ANI (@ANI) May 26, 2019
અમેઠીના બરૌલિયાના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની શનિવારની મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. સુરેન્દ્રના ભાઇ નરેન્દ્ર સિંહ અને દીકરા અભય પ્રતાપ સિંહે કહ્યું કે સ્મૃતિ ઇરાનીની ચૂંટણીમાં તેઓ સતત એક્ટિવ રહ્યા, સ્મૃતિને જીતાડવામાં સુરેન્દ્રની ખૂબ જ અગત્યની ભૂમિકા હતી. રાહુલ ગાંધીના હારવાથી કેટલાંય કોંગ્રેસી નારાજ હતા.
દીકરા અભય એ કહ્યું કે સ્મૃતિ ઇરાનીની જીતને લઇ અમે લોકો જશ્ન પણ મનાવી રહ્યા હતા, જે કેટલાંય કોંગ્રેસ સમર્થકોને સારું નહોતું લાગતું. કયાંક ને કયાંક રાજકીય દ્વેષના લીધે પિતાની હત્યા કરાઇ. અમે સ્મૃતિ ઇરાનીને અપીલ કરીએ છીએ કે પિતાના હત્યારાને ઝડપથી ધરપકડ કરાવી સજા અપાવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમેઠીમાં પોતાના વિશ્વાસુની હત્યાથી સ્મૃતિ ઈરાની ભાવુક, અર્થીને આપી કાંધ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/smriti-irani-lends-a-shoulder-to-mortal-remains-of-surendra-singh/
via Best Gujarati News
0 Comments