આંધ્રના ભાવિ સીએમ જગનમોહન રેડ્ડીએ પીએમ સાથે કરી મુલાકાત, કહ્યું- જો બીજેપીને 250 સીટો મળતી તો…
આંધ્ર પ્રદેશમાં પ્રચંડ બહુમત લઈને સરકાર બનાવવા જઈ રહેલાં YSR કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ દિલ્હીમાં રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ જગન મોહન રેડ્ડીને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું. વાઈએસઆર ચીફ રેડ્ડીએ પીએમને શાલ અને તિરૂપતિ બાલાજીની તસવીર ભેટ કરી હતી. જગન મોહન રેડ્ડીએ પીએમ મોદીને પોતાના શપથ ગ્રહણમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. જગન 30 મેના રોજ સીએમ પદના શપથ લેશે. પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ જગન મોહન રેડ્ડી અમિત શાહને મળ્યા હતા.
આંધ્ર પ્રદેશના ભાવિ સીએમ જગન મોહન રેડ્ડીએ પીએમ સાથેની મુલાકાતમાં આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્ય આપવાની પોતાની માગ પર ચર્ચા કરી હતી. સાથે તેઓએ પીએમને આંધ્ર પ્રદેશની આર્થિક સ્થિતિ અંગે ચિતાર આપ્યો હતો. અને બંને નેતાઓ વચ્ચે અનેક યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો અમિત શાહ સાથેની મુલાકાત બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે, જગન મોહન રેડ્ડી એનડીએમાં સામેલ થઈ શકે છે. અને સરકારને સમર્થન આપી શકે છે.
જગન મોહન રેડ્ડી સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, આંધ્ર પ્રદેશના ભાવિ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સાથે સારી મુલાકાત થઈ. આ દરમિયાન અમારી વચ્ચે આંધ્ર પ્રદેશના વિકાસ સંબંધિત ઘણાં મુદ્દાઓ ઉપર વાતચીત થઈ. મેં જગનને પોતાના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર તરફથી તમામ મદદ કરવા આશ્વાસન આપ્યું છે.
Had an excellent meeting with Andhra Pradesh’s CM designate @ysjagan. We had a fruitful interaction on several issues pertaining to AP’s development. Assured him all possible support from the Centre during his term. pic.twitter.com/u7bwPGI4t6
— Narendra Modi (@narendramodi) May 26, 2019
તો પીએમ બોદી અને અમિત શાહ સાથેની મુલાકાત બાદ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, જો બીજેપી 250 સીટો સુધી સીમિત રહી જતી તો સ્થિતિ કાંઈક અલગ હોતી. અમે પછી વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની લેખિત શરત પર સમર્થન કરતાં. હવે બીજેપીની પાસે બહુમત છે, તો પણ અમે વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ ઉઠાવતા રહીશું. આજે પીએમ સાથે પહેલી મુલાકાત થઈ હતી. અને જો ભગવાનની ઈચ્છા હશે તો, આગામી પાંચ વર્ષમાં હું તેમને 30,40,50 વખત પણ મળીશ. પણ જ્યારે પણ હું મળીશ ત્યારે હું વિશેષ રાજ્યની માગને ઉઠાવતો રહીશ.
આ ઉપરાંત જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, સરકાર બીજેપીની છે. અમિત શાહ ભારતના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. અને એ જ કારણ છે કે, અમે રાજ્યના કલ્યાણ માટે દેશના નંબર 1 અને નંબર 2 શક્તિશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી. દિલ્હી આવવા પાછળ તેઓને રાજ્યની આર્થિક સ્થિતિ અંગે જાણકારી આપવી અને તેમનું સમર્થન માગવાનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આંધ્રના ભાવિ સીએમ જગનમોહન રેડ્ડીએ પીએમ સાથે કરી મુલાકાત, કહ્યું- જો બીજેપીને 250 સીટો મળતી તો… appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/jagan-mohan-reddy-meets-pm-modi-ask-special-status-for-andhra-pradesh/
via Best Gujarati News
0 Comments