1 kg દૂધી લાવ્યા, રાત્રે થઇ ગઇ દોઢ કિલોની, પત્નીએ ‘ભૂત-ભૂત’ કરી બૂમો પાડીને પછી…
જરા વિચારો તમે રાત્રે ઘરના ફ્રીજમાં દૂધી કાપીને મૂકી હોય અને સવારે અચાનક જ ફ્રીજ ખોલતા જુઓ તો સાઇઝ વધી જાય તો તમને કેવું લાગશે. ડરના માર્યા સ્થિતિ ખરાબ થઇ જશે. આવી જ એક સાચુકલી ઘટના સામે આવી છે.
જી હા પટના હાઇકોર્ટના વકીલ તેમના પત્નીના કહેવા પ્રમાણે ઘરે દૂધી લઇને જાય છે તેમાંથી અડધી દૂધીનું શાક બનાવી અડધી ફ્રીજમાં મૂકી દે છે. સવારે ફ્રીજ ખોલીને જુએ છે તો વકીલના પત્નીએ બૂમો પાડી અને વકીલ સાહેબ પણ ભડકી ગયા.
વકીલ સાહેબના પત્ની તેમના પર ગુસ્સે થયા અને કહ્યું કે ભૂતિયા દૂધી કયાંથી લઇને આવ્યા. મહિલા એ કહ્યું કે તેઓ આ ઘરમાં રહેવાના નથી. કારણ કે ઘરમાં દૂધી દ્વારા ભૂતનો પડછાયો આવી ગયો છે. મહિલાની સાથે જ વકીલ પણ એ વાતથી હેરાન હતા કે આખરે આવું કંઇ રીતે થઇ ગયું.
આખરે પાડોશીઓએ કહ્યો આખો મામલો
વકીલ સાહેબ અને તેમના પત્નીની ચીસ સાંભળીને આસપાસના લોકો ભેગા થઇગયા. પાડોશીઓમાંથી એક શખ્સે કહ્યું કે મોટાભાગે દુકાનદાર અને વેપારી શાકભાજીની સાઇઝ વધારવા માટે ઇન્જેકશનનો ઉપયોગ કરે છે. પાડોશીઓએ કહ્યું કે એક ઇન્જેકશનના લીધે દૂધીની સાઇઝ વધી ગઇ. વકીલ સાહેબના પત્નીના મતે તેઓએ રાત્રે એક કિલો દૂધી ખરીદી હતી. તેમાંથી અડધી વપરાય ગઇ. સવારે જોઇ તો દોઢ કિલો નીકળી. હાલ દૂધીનો આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 1 kg દૂધી લાવ્યા, રાત્રે થઇ ગઇ દોઢ કિલોની, પત્નીએ ‘ભૂત-ભૂત’ કરી બૂમો પાડીને પછી… appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/wife-astonished-to-see-unique-bottle-gourd-increases-freeze-viral-on-social-media/
via Best Gujarati News
0 Comments