30 મેની સાંજે 7 વાગ્યે ફરીથી PM પદના શપથ લેશે નરેન્દ્ર મોદી
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 મે ગુરુવારની સાજે સાત વાગ્યે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં વડા પ્રધાન મોદીને પદ અને ગુપ્તતાના શપથ અપાવશે. વડા પ્રધાન મોદીની સાથે તેમના મંત્રીમંડળ પણ શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ અંગેની માહિતી આપવામાં આવી હતી.
The President will administer the oath of office and secrecy to the Prime Minister and other members of the Union Council of Ministers at 7 pm on May 30, 2019, at Rashrapati Bhavan
— President of India (@rashtrapatibhvn) May 26, 2019
શનિવારે પીએમ મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે ઉપરાંત અમિત શાહની આગેવાનીમાં એનડીએના નેતાઓ પણ રાષ્ટ્રપતિને મળ્યા હતા. અને તેમને સમર્થન પત્ર સોંપ્યું હતું. જે બાદ રાષ્ટ્રપતિએ એનડીએને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા હતા, અને શપથ ગ્રહણ સમારોહના કાર્યક્રમની વિગત માગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 30 મેની સાંજે 7 વાગ્યે ફરીથી PM પદના શપથ લેશે નરેન્દ્ર મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-narendra-modi-to-take-oath-on-30-may-at-7-pm/
via Best Gujarati News
0 Comments