વડા પ્રધાન પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પહેલાં આ દેશમાં કરશે પ્રથમ વિદેશ યાત્રા!
નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ 30મે ગુરુવારના રોજ વડા પ્રધાન પદના શપથ લેશે. ફરીથી સત્તા પર આવ્યા બાદ તેઓની પ્રથમ દ્વિપક્ષીય યાત્રા થઈ શકે છે. રાજનીતિક સુત્રો અને માલદીવ મીડિયાના રિપોર્ટના આધારે આ જાણકારી મળી છે. 2014માં દેશના વડા પ્રધાન બન્યા બાદ પીએમ મોદી પોતાની પ્રથમ યાત્રામાં ભૂટાન ગયા હતા.
રાજનીતિક સુત્રોએ જણાવ્યું કે વડા પ્રધાન જૂનના પ્રથમ અઠવાડિયામાં માલદ્વીવની યાત્રા પર જઈ શકે છે. અહીં માલદ્વીવ મીડિયાની ખબરોમાં કહેવામાં આવ્યું છે કે, આ યાત્રા 7-8 જૂન વચ્ચે થઈ શકે છે.
સુષમા સ્વરાજ માર્ચમાં માલદ્વીવ ગયા હતા
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ માર્ચમાં માલદીવની યાત્રા પર ગયા હતા. ગત વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહની સરકાર બનવા બાદ પહેલી દ્વિપક્ષીય યાત્રા હતી.
જો કે નરેન્દ્ર મોદી નવેમ્બરમાં સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે માલદીવ ગયા હતા. માલદીવ પર ચીન પોતાનું પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરી રહ્યું છે. તો સોલિહે લોકસભા ચૂંટણીમાં જીત પર નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન અને ગુપ્તતાના શપથ અપાવશે. જે બાદ તેમનું મંત્રીમંડળના અન્ય સભ્યો પણ પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવને આ અંગેની માહિતી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વડા પ્રધાન પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પહેલાં આ દેશમાં કરશે પ્રથમ વિદેશ યાત્રા! appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-modi-likely-to-visit-maldives-in-first-foreign-tour/
via Best Gujarati News
0 Comments