પેટ્રોલ, ડીઝલની કિંમતમાં રાહત નહીં મળે, 3 રૂપિયા સુધી વધી શકે છે ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવથી જલ્દીથી કોઈ રાહત મળે તેવું દેખાઈ રહ્યું નથી. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 64 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું તો ડીઝલનો ભાવ 68 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઈ ચૂક્યું છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રવિવારે સતત ચોથા દિવસે વૃદ્ધિનો સિલસિલો ચાલુ રહ્યો હતો. જાણકારો અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં ગત દિવસોમાં ચાલી રહેલી તેજીના પગલે દેશની ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો થઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવમાં વધારો થવા છતાં લોકસભા ચૂંટણી દરમિયાન ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવો પર નિયંત્રણ બનાવી રાખ્યું હતું, પણ હવે તેમના નુકસાનની ભરપાઈ કરવા માટે ભાવવધારા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
એક્સપર્ટે જણાવ્યું કે, ચૂંટણી સમાપ્ત થતાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 3-4 રૂપિયાનો વધારો થઈ શકે છે. તેઓએ કહ્યું કે, હજુ એક રૂપિયો પણ ભાવ વધારો નથી થયો, પણ ટુંક સમયમાં ભાવ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં 15 દિવસોમાં ક્રૂડનો ભાવ 70 ડોલરથી ઉપરનો બની રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પેટ્રોલ, ડીઝલની કિંમતમાં રાહત નહીં મળે, 3 રૂપિયા સુધી વધી શકે છે ભાવ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/petrol-diesel-price-may-be-rise-to-3-rs-in-next-days/
via Best Gujarati News
0 Comments