લોકસભા ચૂંટણીમાં RJDની કરારી હાર બાદ પાર્ટી પ્રમુખ લાલુ યાદવ આઘાતમાં સરી ગયા છે. રાંચીની જેલમાં બંધ લાલુ યાદવે બપોરનું ભોજન છોડી દીધું છે, અને તે ચૂપચાપ રહેવા લાગ્યા છે. લાલુ યાદવ પહેલાં પણ ઓછી વાત કરતાં હતા. રાષ્ટ્રીય જનતા દળ બિહારમાં અને ઝારખંડમાં એક પણ સીટ જીતી શક્યું નથી.

2014ની મોદી લહેરમાં પાર્ટીએ બિહારમાં ચાર સીટો જીતી હતી. લાલુ યાદવ હાલ રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર ચાલી રહી છે. તેમની સારવારના પ્રભારી ડોક્ટર ઉમેશ પ્રસાદે કહ્યું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી લાલુ પ્રસાદની દિનચર્યા બદલાઈ ગઈ છે. તે નાસ્તો કરે છે, રાત્રે જમે છે, પણ બપોરનું ખાવાનું ખાતાં નથી.

લાલુ યાદવ ઘાસચારા કૌભાંડમાં ઝારખંડમાં 14 વર્ષ કેદની સજા કાપી રહ્યા છે. ડોક્ટરો અનુસાર તેઓને દરરોજ ત્રણ વખત ઈન્સ્યુલિન અપાઈ રહ્યું છે. પણ તે સમયસર ખાવાનું નથી લઈ રહ્યા, તેવામાં તેઓને પહેલાની જેમ દવાનો ડોઝ નથી આપી શકાતો. આવું પ્રથમ વાર થયું છે કે, રાજદમાંથી લોકસભા ચૂંટણીમાં કોઈ જીતી શક્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચૂંટણી પરિણામ બાદ લાલુ યાદવ આઘાતમાં, બપોરનું ખાવાનું છોડી દીધું appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/lalu-yadav-skipping-lunch-after-loksabha-election-result/
via Best Gujarati News

0 Comments