News@03 PM:કાશીમાં મોદીએ જણાવી વિજયની કેમેસ્ટ્રી, સુરતના અગ્નિકાંડમાં શિક્ષિકાએ કર્યા ઘટસ્ફોટ સહિતના સમાચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને જીતની કેમેસ્ટ્રી જણાવી તથા સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે ગુજરાત સહિત આખા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા તથા ગુજરાતમાં લોકસભાની સાથે 4 સીટો પર વિધાનસભાની પર પેટાચૂંટણી યોજાઇ હતી અને વડોદરામાં લિફ્ટમાં મહિલાનું માથુ ફસાઇ જતા કમકમાટીભર્યું મોત તેમજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાંક સ્થાનિક લોકો એ ઔકાફ વિભાગના અધિકારીઓને કથિત મૌન સહમતિથી સદીઓ જૂના ગુરૂનાનક મહેલનો એક મોટો હિસ્સો તોડી પાડ્યો અને ટીએમસીને 42માંથી માત્ર 22 જ બેઠકો મળી તેમજ ઉત્તર પ્રદેશના સોનભદ્ર સ્થિત શાહગંજ વિસ્તારમાં આવેલ ગામમાં શનિવારે રાત્રે છાતી પર મોબાઇલ રાખી સૂવાના કારણે બેટરી ફાટવાથી વૃદ્ધનું મોત તથા ગૂડ્ઝ અને સર્વિસિસ ટેક્સ (જીએસટી) ની મંજૂરી અને પ્રોસેસિંગ માટે સિંગલ અધિકૃતતાના આદેશને અમલમાં મૂકવા માટે સરકાર કામ કરી રહી છે અને ઋષિ કપૂરે BJP સરકાર પરત આવતા નવી સરકાર માટે શુભેચ્છાઓ પાઠવી તથા સનથ જયસૂર્યાના નિધનની અટકળો દુનિયાભરમાં વાયુવેગે ફેલાઇ સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1:કાશીમાં મોદીએ જણાવી વિજયની કેમેસ્ટ્રી, રાજકીય પંડિતો-વિપક્ષને ઝાટક્યા
લોકસભા ચૂંટણી 2019માં મળેલી પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતાં. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને જીતની કેમેસ્ટ્રી જણાવી હતી. જાતિવાદી રાજનીતિ કરવા બદલ વિપક્ષોને બરાબરના ઝાટકતા તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણી અંકગણિતની નહીં પણ કેમેસ્ટ્રીની હતી. 4.79 લાખ મતોના અંતરથી વારાણસી લોકસભા સીટ જીત્યા બાદ આ પીએમ મોદીનો પહેલો પ્રવાસ છે. ભારે જનાદેશ આપનારી જનતાનો આભાર માનવા ઉપરાંત મોદીએ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી.
વધુ વાંચવા કરો ક્લિક-2: સુરતના અગ્નિકાંડમાં શિક્ષિકાએ કર્યા ઘટસ્ફોટ, ‘3 વર્ષથી સબ સ્ટેશનમાં તણખા ઝરતા હતા’
સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે ગુજરાત સહિત આખા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરતની આ દર્દનાક ઘટનામાં તંત્રની મિલીભગતના કારણે 22 ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાની શાહી હજી સુકાઇ પણ નથી તે પહેલા સત્તાધીશો જાણે કંઇ થયું જ ના હોય તેમ વર્તી રહ્યા છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: આવતીકાલે ગુજરાતમાં આ 4 ધારાસભ્યોની યોજાશે શપથવિધી, વિધાનસભા અધ્યક્ષ લેવડાવશે શપથ
ગુજરાતમાં લોકસભાની સાથે 4 સીટો પર વિધાનસભાની પર પેટાચૂંટણી યોજાઇ હતી. રાજ્યમાં 26એ 26 લોકસભાની સીટો તો ભાજપે હાંસલ કરી હતી, તેવી રીતે વિધાનસભાની 4 સીટો પણ ભાજપે હાંસલ કરી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-4:લિફ્ટમાં બેસતાં પહેલાં સાવધાન, વડોદરામાં મહિલાનું માથુ લિફ્ટમાં જગદાઇ જતા મોત
રાજ્યમાં અનેક અકસ્માતો નોંધાય છે. ત્યારે હાલ વડોદરામાં લિફ્ટમાં મહિલાનું માથુ ફસાઇ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. વડોદરાના આજવા રોડ પર સરદાર એસ્ટેટમાં આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ફાયલ બ્રિગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાંક સ્થાનિક લોકો એ ઔકાફ વિભાગના અધિકારીઓને કથિત મૌન સહમતિથી સદીઓ જૂના ગુરૂનાનક મહેલનો એક મોટો હિસ્સો તોડી પાડ્યો છે. તેની કિંમતી બારીઓ અને દરવાજાઓ વેચી દીધા. ડોન સમાચાર પત્રના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર આ 4 માળની બિલ્ડિંગની દિવાલો પર શીખ ધર્મના સંસ્થાપક ગુરૂનાનક દેવ સિવાય હિન્દુ શાસકો અને રાજકુમરોની તસવીરો પણ હતી.
વધુ વાંચવા કરો ક્લિક-6: ‘મમતામય’થી આ રીતે ‘ભગવા રંગ’માં રંગાયુ પ. બંગાળ, વોટ ગણિત ‘દીદી’ માટે અશુભ સંકેત
તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીના ગઢ કહેવાતા પશ્ચિમ બંગાળમાં તાજેતસમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં શાનદાર પ્રદર્શન કરતા 18 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો છે. ટીએમસીને 42માંથી માત્ર 22 જ બેઠકો મળી છે.
વધુ વાંચવા કરો ક્લિક-7:મોબાઇલ પાસે રાખી સુવાથી થઇ શકે છે મોત, વાંચો આ સનસની મચાવતી ખબર
ઉત્તર પ્રદેશના સોનભદ્ર સ્થિત શાહગંજ વિસ્તારમાં આવેલ ગામમાં શનિવારે રાત્રે છાતી પર મોબાઇલ રાખી સૂવાના કારણે બેટરી ફાટવાથી વૃદ્ધનું મોત થયું છે. આ ઘટના બન્યા પછી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટના એવી છે કે રામજતન પટેલ (70) રાત્રે સૂતાં વખતે છાતી પર મોબાઇલ રાખી સુઇ ગયા હતા. કારણ કે સવારે એલાર્મ વાગે અને વહેલા ઊંઘમાંથી ઉઠી જવાય. આમ સમાન્ય લોકો કરતા જ હોય છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: GST રિફંડ ઓગસ્ટથી થશે ઝડપી, સરકાર કરી રહી છે આ વ્યવસ્થા
ગૂડ્ઝ અને સર્વિસિસ ટેક્સ (જીએસટી) ની મંજૂરી અને પ્રોસેસિંગ માટે સિંગલ અધિકૃતતાના આદેશને અમલમાં મૂકવા માટે સરકાર કામ કરી રહી છે. તાજેતરમાં કેન્દ્ર અને રાજ્યના ટેક્સ અધિકારીઓના ડબલ ટેક્સ રિફંડ મંજૂરી અધિકારની સિસ્ટમ સ્થાપી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ સુધી એક અધિકારીની પ્રસ્તાવિત પ્રણાલી લાગૂ થઇ શકે છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: ઋષિ કપૂરે PM મોદી, સ્મૃતિ ઇરાનીને આ મુદ્દાઓ પર ખાસ કામ કરવાની આપી સલાહ
એક્ટર ઋષિ કપૂર સોશિયલ મીડિયા પર સતત અપડેટ કરતા રહે છે. હાલ ઋષિ કપૂરે BJP સરકાર પરત આવતા નવી સરકાર માટે શુભેચ્છાઓ પાઠવી છે. નવી સરકારથી નાગરિકો માટે રોજગાર, શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓ પર ધ્યાન દેવાની સલાહ આપી છે. ઋષિ કપૂર હાલ ન્યુયોર્કમાં તેની સારવાર કરાવી રહ્યા છે. ઋષિએ લોકસભા ચૂંટણીમાં BJPની જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઇરાની અને અરૂણ જેટલીને કેટલીક વાતો તરફ ધ્યાન દોરીને સલાહ આપી છે કે આ મુદ્દાઓ પર ખાસ કામ કરે.
વધુ વાંચવા કરો ક્લિક-10: સ્ટાર ક્રિકેટર સનથ જયસૂર્યાના મોતની અફવાને આ ભારતીય ક્રિકેટર માની બેઠો સાચી
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને 1996 વર્લ્ડ કપમાં શ્રીલંકાને ચેમ્પિયન બનાવનારો હીરો એવા સનથ જયસૂર્યાના નિધનની અટકળો દુનિયાભરમાં વાયુવેગે ફેલાઈ હતી. ક્રિકેટ વર્લ્ડ કપ સમયે જ આ અફવા વહેતી થતા હોબાળો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ન્યૂઝ વાયરલ થયા કે સનથ જયસૂયા ટોરેન્ટોમાં એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો અને તેનું મોત થઈ ગયું. આ અહેવાલને એક ભારતીય ખેલાડી સાચુ માની બેઠો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@03 PM:કાશીમાં મોદીએ જણાવી વિજયની કેમેસ્ટ્રી, સુરતના અગ્નિકાંડમાં શિક્ષિકાએ કર્યા ઘટસ્ફોટ સહિતના સમાચાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/27-may-2019-top-headlines-til-03-pm/
via Best Gujarati News
0 Comments