સુરતમાં નવનિર્મિત કોમ્પ્લેક્ષની દિવાલ પડી જતાં પાંચ મજૂર દટાયા, એકનું મોત
સુરતનાં વેસુ ભરથાણા રોડ પર એક નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં દિવાલ તૂટી પડતા પાંચ જેટલા મજૂર દબાઈ ગયા હતા. જ્યારે એક મજૂરનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. દિવાલ નીચે ફસાયેલા બે મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
Gujarat: One dead and one injured after wall of a house collapsed in Vesu area of Surat, today. pic.twitter.com/A7WZ0eTnv5
— ANI (@ANI) May 27, 2019
તમને જણાવી દઇએ કે, એટલાન્ટા એલિઝા નામના કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં 15થી 16 મજૂરો કામ કરતા હતા. માટીની કાચી દિવાસ પડતા 8થી 10 મજૂર ભાગીને બહાર નીકળી ગયા હતા. જોકે, પાંચ જેટલા મજૂરો પર માટીની દીવાલનો ભાગ પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ તમામ મજૂરો બિહારના છે અને 19 દિવસથી અહિંયા કામ કરતા હતા. જે પૈકી ગુટલી શભૂલા શર્મા (ઉ.વ.39), ઉમા ટુકુઈ શર્મા (ઉ.વ.30) માટીમાંથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢી 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ઉમા શર્માને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરતમાં નવનિર્મિત કોમ્પ્લેક્ષની દિવાલ પડી જતાં પાંચ મજૂર દટાયા, એકનું મોત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-wall-collapsed-in-vesu-area-one-dead/
via Best Gujarati News
0 Comments