અલ્પેશ ઠાકોરને લઇ ગુજરાતનાં રાજકારણમાં પરિવર્તનનાં એંધાણ
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં રાજકરણમાં હલચલ જોવા મળી રહી છે. રાજ્યનાં રાજકરણમાં કંઇ નવું થઇ જવા રહ્યું છે તેવા એંધાણ સેવાઇ રહ્યા છે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બનાસકાંઠાનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે.
આજે Dy.CM નીતિન પટેલ સાથે અલ્પેશ ઠાકોરે કરી મુલાકાત કરી હતી. તેમની સાથે ધવલસિંહ ઝાલાએ પણ નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. નીતિન પટેલની ચેમ્બરમાં 20 મિનિટ સુધી અલ્પેશ ઠાકોરે ચર્ચા કરી હતી. Dy.CM સાથે અલ્પેશ ઠાકોરની બેઠક બાદ તર્ક – વિતર્ક થઇ રહ્યા છે. જોકે દોઢ કલાકની મુલાકાત બાદ બંને નેતા રવાના થઇ ગયા હતાં પરંતુ આ મુલાકાત શામાટે કરવામાં આવી અને આ મુલાકાત પર શું ચર્ચા થઇ તે વિશે હજૂ પણ કોઇ પ્રકારની માહિતી બહાર આવી શકી નથી. પરંતુ કોંગ્રેસનાં તમામ હોદા પરથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની આ રણનીતિએ રાજ્યનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
નોંધનીય છે કે, કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય રદ્ કરવા માટે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ફરી વાર રજૂઆત કરી અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની કાર્યવાહી તેજ કરી છે. તેવામાં અલ્પેશ અને નીતિન પટેલની મુલાકાત ખુબ જ મહત્વની માની શકાય અને આ મુલાકાત રાજનીતિના રંગમાં શું પરિવર્તન લાવે છે તે જોવાનું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અલ્પેશ ઠાકોરને લઇ ગુજરાતનાં રાજકારણમાં પરિવર્તનનાં એંધાણ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/alpesh-thakore-visits-gujarats-deputy-chief-minister-nitin-patel-office/
via Best Gujarati News
0 Comments