ભારત વિવિધતાઓનો દેશ છે જ્યાં એવી અનોખી પરંપરાઓ છે કે તમે આશ્ચર્યચકીત થઇ જશો. આવી જ એક અનોખી પરંપરા છે ગુજરાતનાં આદિવાસી વિસ્તારની. જ્યાં વરરાજાને જાનમાં જવાની અનુમતિ નથી મળતી. તે પોતાના ઘરે જ રહે છે પરંતુ તેના સ્થાને તેની કુંવારી બહેન વરરાજા સ્વરૂપે તમામ પ્રકારની વિધિઓને પૂર્ણ કરે છે.

જો બહેન ન હોય તો વરરાજાના પરિવારની કોઇ અન્ય કુંવારી બહેન વરરાજા તરફથી જાય છે. આવી સ્થિતિમાં વરરાજા ઘરે પોતાની માતા સાથે રહે છે. પરંતુ તેની બહેન દુલ્હનના ઘરે પહોંચે છે અને તેની સાથે લગ્ન કરે છે અને તેને લઇ ઘરે પરત આવે છે. જોકે, વરરાજા શેરવાની પહેરે છે, સાફો પહરે છે તલવાર પણ હાથમાં છે પરંતુ પોતાના જ લગ્નમાં શામેલ નથી થઇ શક્તો.

સુરખેડા ગામનાં એક રહેવાસી જણાવે છે કે,’સામાન્ય રીતે તમામ પ્રકારની પરંપરા અને વિધિઓ જે વરરાજા અદા કરે છે તે તેની બહેન કરે છે. અહિંયા સુધી કે, લગ્નનાં ફેરા પણ તેની બહેન જ ફરે છે. તેઓ વધુમાં જણાવે છે કે, પરંતુ આ પરંપરાનું પાલન અહિંયાનાં માત્ર ત્રણ ગામો જ નિભાવે છે. એવું માનવામા આવે છે કે, જો અમે તેનું પાલન ન કરીએ તો કંઇક અશુભ ઘટના ઘટે છે.’

આ પરંપરા પાછળ છે એક પ્રાચીન લોકકથા

સુરખેડા ગામનાં મુખિયાનું કહેવું છે કે,’જ્યારે પણ લોકોએ આ પરંપરાનો અસ્વિકાર કરી અવગણે છે ત્યારે તેમનુ નુક્સાન થાય છે. જ્યારે પણ લોકોએ એવો પ્રયત્ન કર્યો કે, આ પરંપરાનું પાલન ન કરે તો આવમાં જોવા મળ્યું કે, લગ્ન પડી ભાંગે છે અથવા વૈવાહિક જીનનમાં શાંતિ નથી જળવાતી. અથવા કોઇ અન્ય સમસ્યા ઉદ્ભવે છે.’

પંડિતોનું કહેવું છે કે, આ અનોખી પરંપરા આદિવાસી સંસ્કૃતિની ઓળખ છે. આ એક લોકકથાનો ભાગ છે જેનું પાલન કરવું અનંતકાળતથી ચાલી આવે છે. આ કથા અનુસાર, ત્રણ ગામો- સુરખેડા, સાનદા અને અંબલનાં ગ્રામદેવતા કુંવારા છે. માટે તેમને સન્માન આપવા માટે વરરાજા ઘર પર જ રહે છે. એવી માન્યતા છે કે, આવું કરવાથી વરરાજા સુરક્ષિત રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાતની અનોખી પરંપરા: લગ્નમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા, વરરાજા પર પ્રતિબંધ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/unmarried-sister-married-her-brother-in-law-in-chotaudaipur/
via Best Gujarati News

0 Comments