સામાન્ય રીતે પીવાનું શુદ્ધ પાણી નહી મળતા લોકો મિનરલ વોટરની બોટલો ખરીદીને મીનરલ પાણી પીવે છે, પરંતુ હવે મિનરલ પાણીની બોટલોમાં આવતું મીનરલ વોટર પણ શુદ્ધ નથી, જો તમે મીનરલ પાણીની બોટલો ખરીદી પાણી પીતા હોવ તો ચેતી જજો. હવે મિનરલ વોટરની બોટલોમાં મળું પાણી પણ શુદ્ધ નથી, જી હા, આણંદમાં આઈએસઆઈનો માર્કો ધરાવતી બ્રાન્ડેડ કંપનીની મિનરલ પાણીની શીલબંધ બોટલમાંથી મરેલી ગરોળી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મિનરલ પાણીની બોટલમાં મરેલી ગરોળી મળી આવી છે ત્યારે 20 રુપિયા પ્રતી બોટલનાં ભાવે મળતી પીવાનાં મિનરલ વોટરની બોટલોની શુધ્ધતા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. મીનરલ વોટરની શીલબંધ બોટલમાં સ્પષ્ટ રુપે મરેલી ગરોળી નિહાળી શકાય છે. ત્યારે મીનરલ વોટર બનાવતી કંપનીઓનીં પ્લાન્ટની શુદ્ધતા સામે પણ આંગળી ઉઠી છે.

આણંદની બોરસદ ચોકડી નજીક રહેતા યોગેશભાઈ ગઈકાલે સાંજે નજીકમાં આવેલા પ્રોવીઝન સ્ટોરમાંથી પોતાનાં બાળકો માટે મિનરલ વોટરની બોટલ લઈ ગયા હતા. પરંતુ બાળકોને બોટલ આપતા પહેલા તેઓએ બોટલની ચકાસણી કરતા સીલબંધ પાણીની બોટલમાં મરેલી ગરોળી જોતા તેઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલીક આ બોટલ લઈને પ્રોવીઝન સ્ટોરનાં સંચાલકને બતાવતા પ્રોવીજન સ્ટોરનાં સંચાલકએ પણ આ બોટલાનાં ફોટા પાડીને કંપનીમાં જાણ કરી હતી તેમજ તમામ બોટલો કંપનીમાં પરત કરી દીધી હતી.

વાત કરવામાં આવે તો શુદ્ધ મીનરલ્સ પાણીની વાતો કરતી બાંસુરી પેકેજિંગ એન્ડ બેવરેજીસ નામની કંપનીની પાણીની આ બોટલમાંથી મરેલી ગરોળી મળી આવવાની ગંભીર ઘટના સામે આવી છે, અમદાવાદનાં નારોલ ખાતે વટવા જીઆઈડીસી પાછળ આવેલી માયા બેવરેજીસ નામની કંપનીમાં તા. 10મી મે 2019નાં રોજ આ બોટલનું પેકેજીંગ થયેલું છે, જેમાં કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે.

જો આ બોટલનું પાણી બાળકો પી ગયા હોત તો તેઓ માટે આ પાણી જીવલેણ નિવડે તેમ હતું, અને જો બાળકો સાથે કોઈ અનહોની સર્જાઈ હોત તો જવાબદારી કોની તેવો સવાલ ઉભો થયો છે. સરકારનાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીઓ દ્વારા મીનરલ વોટરની કંપનીઓની યોગ્ય તપાસ કરવામાં આવતી નથી અને તેનાં કારણે આવી ઘટનાઓ બનતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મિનરલ વોટર પણ નથી શુદ્ધ, પાણીની બોટલમાંથી નીકળ્યું કંઇક એવું કે ચીતરી ચઢશે appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/in-anand-the-water-mineral-bottles-got-lizard/
via Best Gujarati News

0 Comments