સુરતના અગ્નિકાંડમાં શિક્ષિકાએ કર્યા ઘટસ્ફોટ, ‘3 વર્ષથી સબ સ્ટેશનમાં તણખા ઝરતા હતા’
સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે ગુજરાત સહિત આખા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરતની આ દર્દનાક ઘટનામાં તંત્રની મિલીભગતના કારણે 22 ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાની શાહી હજી સુકાઇ પણ નથી તે પહેલા સત્તાધીશો જાણે કંઇ થયું જ ના હોય તેમ વર્તી રહ્યા છે.
સુરતની આગની ઘટનામાં એક ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ ઘટસ્ફોટમાં તંત્રની પોલ ખૂલી ગઇ છે. સુરતમાં જ્યારે આ ઘટના બની ત્યારે તક્ષશિલા આર્કેટના પ્રથમ માળે શિક્ષિકા કૃપાલી સહિત 10 વિદ્યાર્થીઓ ફસાયા હતા. બિલ્ડિંગમાં આગ નીચે રહેલા વીજ સ્ટેશનમાં તીખારા થવાના કારણે લાગી હતી.
આગમાં ફસાયેલા પ્રત્યક્ષદર્શી કૃપાલીએ આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા 3 વર્ષથી સબ સ્ટેશનમાં તીખારા થતા હતા. ત્યાં અનેક વાર તંત્રને ફરિયાદો કરવા છતાંયે કોઈ કાળજી લેવામાં આવતી નહોતી. ચોમાસાની સિઝનથી અહી અવારનવાર તીખારા થતાં હતા. તંત્રએ અહીં વીજ સ્ટેશનમાં નીચે ખોદકામ કરીને વાયરો ખુલ્લા છોડી દીધા હતા, જેના કારણે આ ઘટના બની હતી અને તેમાં 22 બાળકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો.
આગમાં ફસાયેલા પ્રત્યક્ષદર્શી કૃપાલીએ વધુમાં આરોપ લગાવતા જણાવ્યું હતું કે, જ્યારે અહીં વીજ સ્ટેશનમાં આગ લાગી ત્યારે અમે અનેક વખત ફાયર બ્રિગેડમાં ફોન કર્યા હતા. પરંતુ અમને અનેક સવાલો પુછવામાં આવતા હતા. ફાયરના અધિકારીઓ આગ કેવી રીતે લાગી, કેમ લાગી, કેટલા લોકો ફસાયા છે. તેવા સવાલો પુછ્યા હતા.
ત્યારબાદ કૃપાલીએ જણાવ્યું કે, અમે ફાયરમાં ફોન કર્યાના 45 મિનિટ બાદ ફાયર બ્રિગેડ આવી હતી. પરંતુ ફાયરબ્રિગેડ પહોચે તે પહેલા અહીં જે થવાનું હતું તે થઇ ગયું હતું. ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા અહીં લોકોએ અનેક બાળકોના જીવ બચાવી લીધા હતી.
આગમાં ફસાયેલા પ્રત્યક્ષદર્શી કૃપાલીએ જણાવ્યું હતું કે, વીજ સ્ટેશનમાં આગ લાગી ત્યારબાદ 2 મિનિટમાં પહેલા માળે તમામ જગ્યાએ ધુમાડાના ગોટેગાટા વળી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરતના અગ્નિકાંડમાં શિક્ષિકાએ કર્યા ઘટસ્ફોટ, ‘3 વર્ષથી સબ સ્ટેશનમાં તણખા ઝરતા હતા’ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-fire-tragedy-teacher-exposed-that-since-last-3-years-theres-small-fire-were-happening-in-lighting-sub-station/
via Best Gujarati News
0 Comments