કાચા પપૈયાનો ઉપયોગ કરો હેર રિમૂવર તરીકે
મેકઓવર :- શહનાઝ હુસૈન
આપણાં ઘરમાં જ એવી ઘણી વસ્તુ હોય છે જેનાથી સુંદરતા વધારી શકાય છે અને હેર રિમૂવ પણ કરી શકાય છે. એવી જ એક વસ્તુ છે પપૈયું. કાચા પપૈયાના ઉપયોગથી ચહેરા પરનાં હેર રિમૂવ થઈ શકે છે.
ચહેરા ઉપર જ્યારે અનિચ્છિત વાળ ઊગે છે તો આ ઘણી મહિલાઓ માટે શરમજનક વાત બની જાય છે. ઘણી મહિલાઓને વેક્સિંગ અને શેવિંગ કરવામાં આળસ આવે છે અથવા તો સમય ન હોવાના લીધે તે તેના પર ધ્યાન આપતી નથી, પરંતુ હવે આ વાતને આટલું મહત્ત્વ આપવાની જરૂર નથી કારણકે હવે કેટલાંક ઘરેલુ નુસખા વડે તમે વણજોઈતા વાળમાંથી છૂટકારો મેળવી શકો છો. આ મામલે કાચું પપૈયું ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે.
કઇ રીતે કામ કરે છે કાચું પપૈયું?
કાચા પપૈયામાં એન્ઝાઈમ હોય છે, જેને રેગ્યુલર ત્વચા પર લગાવવાથી વાળના મૂળિયા નરમ પડી જાય છે અને ધીમે-ધીમે વાળ ઉગવાનું બંધ થઈ જાય છે. પપૈયાની અંદર મળી આવતું કમ્પોનેન્ટ હેર રિમૂવર ક્રીમમાં પણ નાખવામાં આવે છે. અહીં બે પ્રકારના પેક આપવામાં આવ્યા છે જેને તમે અનઇચ્છિત વાળ કાઢવા માટે ઉપયોગમાં લઈ શકો છો. પૈપયાથી ત્વચા ઉપર કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી, તે તેનો સૌથી મોટો ગુણ છે. વળી આપણે જાણીએ છીએ કે પપૈયું ત્વચા માટે પણ કેટલું ગુણકારી છે. ત્વચાને મુલાયમ બનાવવા અને ત્વચાનો રંગ નિખારવા માટે પપૈયાનો ઉપયોગ આપણે કરીએ જ છીએ. તો એક રીતે ન જોઇતા વાળને દુર કરવા માટે પપૈયાનો ઉપયોગ જે તે જગ્યાની ત્વચાને પણ સુંદર ચમકીલી બનાવશે. વળી હાથ જો સૂર્ય પ્રકાશના કારણે ટેન થઇ ગયા હોય તો પપૈયું લગાવવાથી તેની અસર પણ હળવે હળવે દુર થવા લાગશે, જેથી તમારે પાર્લરમાં જઇને મોંઘા ભાવની ટ્રિટમેન્ટ પણ નહી કરાવવી પડે. જો ટેનનું પ્રમાણ જાજું હોય તો રોજે અથવા એકાતરે પપૈયું લગાવવાનુ રાખો.
કાચું પપૈયું અને હળદર
પપૈયા ઉપરાંત હળદર પણ અનઇચ્છિત વાળ અને સંક્રમણથી બચાવે છે. આ પેક બનાવવા માટે કાચા પપૈયાનાં થોડા ટૂકડા કાપો અને તેની પેસ્ટ બનાવો. પછી તેમાં એક ચપટી હળદર નાખો. આ પેસ્ટને તે જગ્યાએ લગાવો જ્યાં વાળ ઊગે છે. જ્યારે પેટ સૂકાઈ જાય ત્યારે સક્રબ કરી કાઢી દો. સારું રિઝલ્ટ મેળવવા માટે આમ અઠવાડિયામાં એકવાર જરૂર કરો.
કાચું પપૈયું, હળદર, બેસન અને એલોવેરા
આ પેકને બનાવવા માટે કાચા પપૈયાનાં થોડા ટૂકડા કરી વાટી દો. પછી તેમાં એલોવેરાના પલ્સ, ૧ચપટી હળદર અને બેસન મિક્સ કરો. આ પેસ્ટને લગાવો અને સૂકાવવા દો. પછી તેને સ્ક્રબ કરીને કાઢી દો. તેનાથી તમને સારો લાભ થશે. સાવધાનીઃ જો તમને કોઈપણ સામગ્રીથી એલર્જી થાય છે તો, તેનો પ્રયોગ ન કરો. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરેલું નુસખા એકવારમાં કામ નથી કરતાં એટલા માટે સતત અજમાવવા પડે છે. આ પેકને અઠવાડિયામાં એકવાર જરૂર લગાવો, તમને તેનું રિઝલ્ટ જલદી જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કાચા પપૈયાનો ઉપયોગ કરો હેર રિમૂવર તરીકે appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/benefits-of-raw-papaya-for-unwanted-hair-follow-tips/
via Best Gujarati News
0 Comments