ધૂમ્રપાનને લીધે પ્રજનન ક્ષમતા પર કેવી અસર પડે? જાણવા કરો ક્લિક
ફિટનેસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યૂએચઓ) દ્વારા શરૂઆત તો આખી દુનિયાના લોકોને તમાકુના જીવલેણ નુકસાન વિષે જાણકારી આપવાથી થઈ હતી. પરંતુ લોકો આ બધી હકીકતો જાણવા છતાં તમાકુ છોડતા નથી એ જાણવા મળ્યા પછી હવે ધુમ્રપાન કરવાની મનાઈ કરતા કાયદા ઘડવાની ઝૂંબેશ ચલાવે છે. તમાકુના ઉત્પાદનો ઉપર એ જીવલેણ હોવાની ચેતવણી છાપવાનું ફરજિયાત બનાવતા કાયદા ઘડવા વિશ્વના દેશોને પ્રેરણા આપે છે. એક પછી એક દેશોમાં ધુમ્રપાન વિરોધી કાયદા આવી રહ્યા છે. ધુમ્રપાનના પેકેટો ઉપર એ જીવલેણ હોવાની ચેતવણી મોટા અક્ષરે છાપવાનું ફરજિયાત બનાવતા કાયદા બની રહ્યા છે. સગીર બાળકોને તમાકુનું કોઈ ઉત્પાદન વેચી ન શકાય એવા કાયદા બની રહ્યા છે.
છતાં એક કડવી હકીકત એ છે કે દુનિયાભરમાં આશરે ૧.૪ અબજ લોકો તંબાકૂનો ઉપયોગ કરે છે અને દુનિયાભરમાં દર વર્ષે ૧૦ વ્યકિતમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિનું મોત તંબાકૂના ઉપયોગના કારણે થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૨૦૨૦ સુધી તંબાકૂના ઉપયોગમાં ૨૦-૨૫ ટકા સુધી ઘટાડી કરાવીને ૧૦ કરોડ લોકોને સમયપૂર્વ મૃત્યુ પામતા રોકવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
ફર્ટિલિટી પર ધુમ્રપાનનો પ્રભાવ
ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સાવધાનીથી અમે પોતાના દૈનિક જીવનમાં દર જગ્યાએ રુબરુ હોય છે. વૈજ્ઞાાનિક અભ્યાસથી જાણવા મળ્યું છે કે તંબાકૂ માત્ર ફેફ્સાંને નુક્શાન નથી પહોંચાડતી પણ હૃદય, કિડની અને સંતાનોત્પત્તિ માટે અનિવાર્ય એવા શુક્રાણુને પણ ભારે નુકસાન પહોંચાડે છે. તમાકુનો ધુમાડો પુરૂષો અને મહિલાઓ બંનેને વાંઝીયા બનાવી શકે છે. ભલે તંબાકૂ હોય, બીડી સિગારેટ હોય કે હુક્કો હોય, સચ્ચાઇ એ છે કે કોઈપણ સ્વરૂપે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એનો ધુમાડો સૌથી વધારે નુકસાન કરે છે. આંકડાથી ખબર પડે છે કે ભારતમાં ધુમ્રપાનના કારણે દર વર્ષે આશરે ૬૦ લાખ લોકોનું મૃત્યુ થઈ જાય છે.
૨૫ ટકા મહિલાઓ ધુમ્રપાન કરે છે
લેટેસ્ટ સંશોધનોથી ખબર પડે છે કે પિૃમના દેશોમાં ૧૮ વર્ષથી વધારે ઉંમરની ૨૫ ટકા એટલે કે દર ચારમાંથી આશરે એક મહિલા ધુમ્રપાન કરે છે. ધુમ્રપાનનો એક્ટોપિક ગર્ભાવસ્થાથી સંબંધ જાણવા મળ્યો છે. ધુમ્રપાનના કારણે ફેલોપિયન ટયુબોમાં ગરબડ થઈ શકે છે. એક્ટોપિક ગર્ભાવસ્થામાં, બીજ(અંડ) ગર્ભાશય સુધી પહોંચતા નથી. એને બદલે ફેલોપિયન ટયુબની અંદર જ તેનું પ્રત્યારોપણ થઇ જાય છે.
ધુમ્રપાન મહિલાઓમાં ઇનફર્ટિલિટીની સંભાવનાના ૬૦ ટકા સુધી વધારી શકે છે. તેના કારણે ગર્ભાશયમાં પરિવર્તન આવી શકે છે જેના કારણે ગર્ભાશય કેન્સર થવાનો ભય પણ વધી જાય છે.
તમાકુથી સ્ત્રી-પુરૂષ બંનેની પ્રજનન ક્ષમતાને નુકસાન
સિગરેટમાં હાજર રસાયણો અંડાશયની અંદર એન્ટીઓક્સિડેન્ટ સ્તરમાં અસંતુલન ઊભું કરી શકે છે. આ અસંતુલન નિષેચનને પ્રભાવિત કરી શકે છે અને સ્પષ્ટ છે કે તેના પછી બીજના ઇમ્પ્લાન્ટેશન (ગર્ભાશયમાં લંગર નાંખવાની કરિયા)માં ખામી આવી શકે.
તમાકુથીં પુરુષ પ્રજનન ક્ષમતા પર પણ ભારે અસર પડે છે. તમાકુના રસાયણો રક્તવાહિનીઓને નુક્શાન પહોંચાડે છે અને રક્તપ્રવાહને અવરોધ કરી શકે છે. તાજેતરના કેટલાક અભ્યાસમાં ધુમ્રપાનનો પ્રભાવ ઇરેક્ટાઇલ ડિસ્ક્ફ્ંશન (શિશ્નોત્તેજના ન થવી) અને યૌન પ્રદર્શન (મહિલામાં કામોત્તેજના જાગવી)માં ઓટ આવી જાય છે. તમાકૂના કારણે આપણા શરીરના ક્રોમોસોમ ગુણસૂત્રને પણ અસર પહોંચી શકે છે અને શુક્રાણુમાં ડીએનએ ફ્રેગમેન્ટેશન (ડીએનએમાં વિકૃતિ) થઇ શકે છે.
પુરૂષોને કેવું નુકસાન?
ધુમ્રપાન શુક્રાણુને નુક્શાન પહોંચાડે છે. ધુમ્રપાન કરતા લોકોના શુક્રાણુઓથી ભ્રુણમાં ડીએનએની ક્ષતિના કારણે તેના જીવિત રહેવાની સંભાવના ઓછી થઇ જાય છે. આઇવીએફ પણ પ્રજનન ક્ષમતા પર ધુમ્રપાનના દુષ્પ્રભાવને પૂરી રીતે કાબૂ મેળવવા સક્ષમ નથી હોતા. ધુમ્રપાન કરતી મહિલાને આઇવીએફ દરમિયાન અંડાશયને ઉત્તેજિત કરતી વધારે દવા લેવાની આવશ્યકતા હોય છે અને તો પણ રિટ્રીવલના સમયે ઓછા અંડ હોય છે. ઉપરાંત ધુમ્રપાન કરતા આઇવીએફ રોગીઓમાં ધુમ્રપાન નહીં કરતી મહિલાઓની તુલનામાં ગર્ભાવસ્થાનો દર ૩૦ ટકા ઓછી હોય છે.
ગર્ભાવસ્થામાં તો ધુમ્રપાન ન જ કરાય!
ગર્ભાવસ્થા દરમિયાન ધુમ્રપાન કરવાથી ગર્ભસ્થ બાળકોને પણ નુકસાન પહોંચી શકે છે. અહીં સુધી કે ધુમ્રપાન કરતી મહિલાઓમાં સમય પૂર્વ પ્રસવપીડા થઇ શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત બાળકોને જન્મ આપી શકે છે. ધુમ્રપાન છોડો. જો તમે ગર્ભધારણ કરીને બાળકને જન્મ આપવાની યોજના બનાવી રહ્યા હોવ તો તેના આયોજનમાં સૌથી પહેલાં ધુમ્રપાન છોડી દેવાનો નિર્ણય કરો. શક્ય હોય તો ખરેખર ધુમ્રપાન છોડી દો, કારણ કે ઘુમ્રપાન છોડી દેવું જ શ્રેષ્ઠ છે. અભ્યાસોથી ખબર પડે છે કે એક દિવસમાં ૧૦થી વધારે સિગરેટ પીવાથી ગર્ભધારણ કરવાની તમારી ક્ષમતાને ખૂબ જ નુક્શાન પહોંચી શકે છે. સ્વસ્થ જીવન જીવવા માટે સ્વસ્થ આહાર લો, નિયમિત રુપથી વ્યાયામ કરો, મેડિટેશન અને યોગ વગેરે કરો.
ડૉ. મેખલા ગોયલ,
ગાયનેકોલોજીસ્ટ તથા આઇવીએફ સ્પેશ્યાલિસ્ટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ધૂમ્રપાનને લીધે પ્રજનન ક્ષમતા પર કેવી અસર પડે? જાણવા કરો ક્લિક appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/health-how-does-smoking-affect-fertility-click-to-learn/
via Best Gujarati News
0 Comments