આણંદમાં ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત, જમ્મૂ-કાશ્મીરમાં મતદાન કર્યુ તો આતંકીઓએ ગોળી મારી, કચ્છના જખૌ બંદર પરથી પાકિસ્તાની બોટમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું ,  અમદાવાદથી ભુજ જતી વોલ્લો બસની બ્રેક ફેઇલ થતાં અકસ્માત 1નું મોત, આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને પરીક્ષાના પરિણામો જાહેર થયા છે, અમદાવાદની ભદ્ર કોર્ટમાં ચોરી, અમિત શાહની ડિનર પાર્ટીનું મેનું સામે આવ્યું સહિતનાં મહત્વનાં સમાચાર એક ક્લિકે…

વધુ વાંચવા ક્લિક કરો-1: આણંદમાં ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 9 લોકોના મોત

આણંદમાં ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત કર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં 7 જેટલા લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 2 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે આમ મૃતકોની કુલ સંખ્યા 9 પર પહોંચી છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: પરિવારનાં પાંચ લોકોએ મતદાન કર્યુ તો આતંકવાદીએ વડીલને પાંચ ગોળી ધરબી દીધી

લોકશાહીનાં આ મોટા પર્વમાં મત આપવાનો બધાને અધિકાર છે. તેમજ લોકસભાની ચૂંટણીને લઈને 2019માં ઘણી સારી અને ખરાબ ખબરો આપણે સાંભળી છે. તો એવા જ હિંસાના એક સમાચાર જમ્મુ કશ્મીરથી મળી રહ્યાં છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: જખૌ બંદરેથી ઈન્ડિયન નેવીનું મોટું ઓપરેશન, 1000 કરોડના ડ્રગ્સ સાથે 13 પાકિસ્તાની ઝડપાયા

કચ્છના જખૌ બંદર પરથી પાકિસ્તાની બોટમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપીને પર્દાફાશ કર્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: અમદાવાદથી ભુજ જતી વોલ્વો બસનો ગમખ્વાર અકસ્માત, ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત

અમદાવાદથી ભુજ જતી વોલ્લો બસની બ્રેક ફેઇલ થતાં ટ્રકમાં ઘુસી ગઇ હતી. આ દુર્ઘટનામાં ખાનગી બસ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવી છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: પોલીસકર્મીના પુત્રએ 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું

આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. આજે જાહેર થયેલ પરિણામોમા કુલ પરિણામ 66.97 ટકા જાહેર થયું છે, જેમાં જામનગર નું 70.61% જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ 70.32% જાહેર થયું છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: અમદાવાદનો સ્પેશિયલ ચોર, જે માત્ર શહેરની કોર્ટને જ બનાવતો પોતાનો ટાર્ગેટ

સામાન્ય રીતે લોકો કોર્ટમાં પોતાની મુદત અથવા સરકારી કામથી જતા હોય છે. પરંતુ કારંજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે માત્ર ચોરી કરવા કોર્ટમાં જતો હતો. અને તેણે નવનિર્મિત કોર્ટમાંથી આશરે 13 હજારની કિંમતના નળની ચોરી કરી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-7: શાહની ડિનર પાર્ટીનું મેનુ આવ્યું સામે, શિવસેના માટે પુરણપોળી તો બિહાર માટે ખાસ વ્યંજન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફથી એનડીએના નેતાઓ માટે યોજવામાં આવેલી ડિનર પાર્ટીનું મેનુ સામે આવ્યું છે. દિલ્હીની અશોકા હોટલમાં આયોજીત થનારી આ ડિનર પાર્ટીમાં 35 પ્રકારના વ્યંજન પિરસવામાં આવશે.

વધુ વાંચવા ક્લિક કરો-8: શું એકદમ ફિક્કી રહી 22 પક્ષોની બેઠક? સોનિયા સહિતના આ નેતાઓ તો ફરક્યા જ નહીં

આ બેઠકમાં યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બસપા અધ્યક્ષ માયાવતી, ટીએમસી અધ્યક્ષ મમતા બેનરજી, એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ગેરહાજર રહ્યાં હતાં.

વધુ વાંચવા ક્લિક કરો-9: ICC વર્લ્ડ કપઃ ઈંગ્લેન્ડ જતાં પહેલાં કેપ્ટન કોહલીનો હુંકાર, કહ્યું – ત્રીજી વખત બનીશું વર્લ્ડ ચેમ્પિયન

ICC વર્લ્ડ કપ 2019ની આતુરતાપુર્વર રાહ જોવાઈ રહી છે. ટીમ ઈન્ડિયા 22મેના રોજ ઈંગ્લેન્ડ જવા માટે રવાના થશે. તે અગાઉ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.

વધુ વાંચવા ક્લિક કરો-10: ઢગલો મેચો જીતી, ફાઈનલમાંયે પહોંચી પણ ક્યારેય વર્લ્ડકપ નથી જીતી શકી આ ટીમ

આ વખતનાં વર્લ્ડ કપના હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. ત્યારે ઘણી ટીમો તો ઈંગ્લેન્ડ જવા માટે પણ રવાના થઈ ગઈ છે. પહેલી મેચ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે છે. જે બંન્ને ટીમોને સારી ટીમ માનવામાં આવી રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: ટ્વિંકલ ખન્નાએ PM મોદીના કેદારનાથ Meditationને લઈને ટ્વિટ કરી કહ્યું કે…

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ભલે બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે. પરંતુ તેની પત્ની ટ્વિંકલ ખન્ના પીએમ મોદી પર નિશાન સાધવાનું ક્યારે ભૂલતી નથી.

વધુ વાંચવા ક્લિક કરો-12: લગ્નને લઈને અભિનેતા અર્જુન કપૂરે આપ્યો મજેદાર જવાબ, કહ્યું કે…

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનના મોસ્ટ પોપ્યુલર કપલ છે. બન્ને એક્ટર્સે જ્યારથી રિલેશનશિપ વિશે ખુલાસો કર્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-13: Cannes 2019માં મલ્લિકા શેરાવતની એન્ટ્રી, હોટ અને ગ્લેમરસ લુક જોઈ ઉડી જશે હોશ

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે સોમવારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કારપેટ પર સ્ટનિંગ એન્ટ્રી કરી. ગ્રે કલરના ડીપ નેક ગાઉનમાં મલ્લિકાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. તેના ગાઉન પર બ્લેક કલરથી વર્ક કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News @ 6 PM: આણંદ અકસ્માતમાં 9 લોકોના મોત, અમિત શાહની ડિનર પાર્ટીનું મેનુ આવ્યું સામે appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/17th-may-2019-6pm-top-headline-news/
via Best Gujarati News

0 Comments