ચરોતરમાં મંગળવારનો દિવસ સમગ્ર પંથક માટે કાળ ચક્ર સાબિત થયો છે. ચરોતર પંથકમાં આજે સવારથી લઇ અત્યાર સુધીમાં એક જ દિવસમાં 19 લોકોના મોત જુદી-જુદી ઘટનામાં થયા છે. આણંદમાં ગમખ્વાર અકસ્માતમાં 11ના મોત નિપજ્યા છે. ઉમરેઠમાં તળાવમાં ડૂબતાં 6 લોકોના મોત થયા છે. જ્યારે ઠાસરામાં તળાવમાં ડૂબતા 3 લોકોના મોત થયા છે.

આંકલાવ તાલુકાનાં ગંભીરા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો

આણંદનાં આંકલાવ તાલુકાનાં ગંભીરા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો હતો જેમા 7 જેટલા લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય 4 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત આવી રહ્યાં હતા.

મહિસાગરમાં જાનૈયાઓ ડૂબ્યા

આણંદના ઉમરેઠમાં 5 જાનૈયા ડૂબ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાંથી 5ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા મહેમાનો ગરમીમાં રાહત મેળવવા માટે આણંદના મહિસાગર નદીમાં ન્હાવા ગયા હતા. ત્યાં આ ગમખ્વાર બનતા લગ્ન પ્રસંગમાં માતમ છવાઇ ગયો હતો.

નદીમાં ન્હાવા પડેલા 3 બાળકોનાં મોત

ત્યાં જ નદીમાં ન્હાવા પડેલા ચાર બાળકોમાંથી ત્રણ બાળકો ડૂબી ગયા હતાં. ઠાસરાના ચેતરસુંબાના તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોનાં મોત નિપજ્યા હતાં. જોકે 1 બાળક સદનસીબે બચી જતા તેને ગ્રામજનોને જાણ કરી હતી. આ બાળકો કપડવંજ તાલુકાના નિર્માલીના મુવાળાના છે. 15 વર્ષના આ બાળકોનું મોત થતા સમગ્ર ગામ શોકના વાતાવરણમાં ગમગીન બન્યું છે. બાળકોની દેડબોડી ડાકોર સરકારી હોસ્પિટલમાં લવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચરોતર માટે મંગળ સાબિત થયો અમંગળ, એક જ દિવસમાં 19 લોકોનાં મોત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/19-people-died-in-a-single-day-in-charotar-diocese/
via Best Gujarati News

0 Comments