આજનો દિવસ ચરોતર પંથક માટે ખુબ જ ગમગીન સાબિત થયો છે. આજે સવારે આણંદના ઉમરેઠમાં 5 જાનૈયા ડૂબ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતાં જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતાં બાદમાં બપોરે આણંદનાં આંકલાવ તાલુકાનાં ગંભીરા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો હતો જેમા 7 જેટલા લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય 4 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આમ આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત નિપજ્યા હતાં. ત્યાં જ હવે ઠાસરાથી સમાચાર સામે આવી રહ્યા છે કે, 3 બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે.

ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગામે લગન પ્રશંગમાં આવેલા 3 બાળકનું તળાવમાં ડુબીજાતા કરૂણ મોત નિપજ્યું છે. આ મામલે હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગામે પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવેલા મયંકકુમાર ભલાભાઇ પરમાર (ઉં.વ.12) મેહુલ રતનસિંહ પરમાર (ઉ.વ. 15) તથા મિનેશ અભાભાઈ પરમાર (ઉ.વ.14) ગામમાં આવેલ તળાવમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન આ ત્રણે કિશોરો તળાવના પાણીમાં ડૂબી ગયા હતાં. જોકે સદનસીબે એક બાળક બચી ગયો હતો અને બાદમાં તેણે ગામમાં જઇ આ બનાવની લોકોને જાણ કરી હતી.

જોકે થોડા સમય બાદ સ્થાનિકો દ્વારા બાળકોના મૃતદેહને તળાવમાં જોઈને તુરંત જ સરપંચને અને ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને પોતાના સંતાનોના નશ્વર દેહને જોઇને ભાંગી પડ્યા હતા. હાલમાં ત્રણે બાળકોના મૃતદેહને પીએમ માટે મોકલી આપી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચરોતરમાં તળાવ 3 બાળકોને ભરખી ગયુ, લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/three-minor-boy-dive-into-the-lake-at-anand/
via Best Gujarati News

0 Comments