અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે
અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૃ થયો છે. આવતીકાલે શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં કાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જેના ભાગરૃપે મ્યુનિ. દ્વારા એક્શપ્લાન બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ગરમીથી રાહત મેળવવા માટે તબિબો દ્વારા કેટલાક સુચનો કરવામાં આવ્યાં છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી નોધાયું હતું. આગામી ત્રણ-ચાર દિવસ સુધી ગરમીમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી.
મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા સુચનો જાહેર કરાયા છે કે, વધુ પ્રમાણમાં પાણી, છાશ, અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું. લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં. ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો તથા નાના બાળકો-વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓઓનું ખાસ ધ્યાન રાખવા માટે જણાવાયું છે.
લૂ લાગવાના લક્ષણો
– ગરમીની અળાઈઓ
– ખુબ પરસેવો થવો,અશક્તિ આવવી
– માથાનો દુઃખાવો, ચક્કર આવવા
– ચામડી લાલ-સુકી,ગરમ થઈ જવી
– સ્નાયુઓમાં દુઃખાવો,અશક્તિ આવવી
– ઉબકા અને ઉલટી થવી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/orange-alert-in-ahmedabad-today-predicted-to-increase-heat-in-the-coming-days/
via Best Gujarati News
0 Comments