મોડાસા તાલુકાના ખંભીસરમાં અનુ.જાતિના યુવકનો વરઘોડો કાઢવા મામલે ઘર્ષણ થયુ હતુ. રાજ્યભરમાં ચકચાર મચાવનારી આ ઘટના તાજી જ જ છે ત્યાં મોડાસા તાલુકાના બામણવાડ ગામે પણ વરઘોડો કાઢવાની અદાવત રાખી અનુ.જાતિના યુવક ઉપર ટોળાએ હુમલો કર્યાનો બનાવ બન્યો છે. આ મામલે મોડાસા રૃરલ પોલીસે છ વ્યકિતઓ સહિત ૧પના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે ફરિયાદની ખરાઈ કરી આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસા તાલુકાના બામણવાડ ગામના રાકેશભાઈ વિનોદભાઈ પરમારે પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ બે દિવસ અગાઉ તેઓ મોડાસાથી ઘરે જઈ રહ્યા હતા. આ સમયે ગામના કાળુસિંહ રણજીતસિંહ જાડેજાએ તેઓને ફોન કરી બામણવાડ ગામે તળાવની પાળ ઉપર બોલાવ્યા હતા. ત્યાં કાળુસિંહ જાડેજા,નરેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા,લક્ષ્મણસિંહ મુળસિંહ જાડેજા,કલ્યાણસિંહ રણજીતસિંહ જાડેજા,ભરતસિંહ મદનસિંહ જાડેજા,દિપકસિંહ ઉર્ફે ભૂરિયો જાડેજા સહિત અન્ય ૧પ વ્યકિતઓના ટોળાએ હુમલો કરી દીધો હતો. ૧૬ મે ના રોજ ચિરાગભાઈ ડાહ્યાભાઈ પરમારનો કેમ વરઘોડો કાઢયો હતો તેમ કહી ટોળાએ લાકડીઓ,સ્ટમ્પ,બેટ વડે રાકેશ પરમારને માર માર્યો હતો.

ખંભીસરના પિડીતોને સહાયનો પ્રથમ હપ્તો ચૂકવાયો

ખંભીસરની ઘટના બાદ સરકારે પિડીત પરિવારેને સહાય ચૂકવવાની કામગીરી શરૃ કરી છે. જેમાં ૯ પિડીતોને ૪.રપ લાખ રૃપિયાની સહાય ચૂકવવાપાત્ર હોય મંગળવારે દરેક પિડીતને સહાયનો પ્રથમ હપ્તો ૧.૬ લાખ લેખે ૮.પ૦ લાખની ચુકવણી કરવામાં આવી હતી. આ કેસમાં પિડીતોને ત્રણ હપ્તામાં ૩૮ લાખ રૃપિયા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોડાસાના બામણવાડમાં વરઘોડાની અદાવતમાં અનુ.જાતિના યુવક ઉપર હુમલો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-attack-on-the-scheduled-caste-youth-in-the-abduction-of-the-groom/
via Best Gujarati News

0 Comments