સટ્ટા બજારનાં અનુમાન અનુસાર ગુજરાતમાં BJPને થશે આટલી સીટોનું નુક્સાન!
લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ એક્ઝિટ પોલમાં ‘ફીર એક વાર, મોદી સરકાર’નો નારો સાચો પડતો દેખાઈ રહ્યો છે એમ મુંબઈનું સટ્ટા બજાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મહેરબાન છે. એક્ઝિટ પોલની જેમ સટ્ટા બજાર પણ મોદીના પુનરાગમનની વાત કરે છે પણ મુંબઈના સટ્ટા બજારને છોડીને દેશના બીજા શહેરોના સટ્ટા બજારો માને છે કે ભાજપને ઓછી બેઠકો મળશે.
મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપ એકલે હાથે બહુમતી પાર કરી લેશે એવું દર્શાવવામાં આવ્યું છે, પણ સટ્ટા બજારમાં આ આંકડો ઓછો છે. જોકે સટ્ટા બજાર એનડીએને બહુમતી મળશે એમ માને છે. સી-વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને ૨૩૬ બેઠકો મળવાનું અનુમાન છે અને સટ્ટા બજારનું આકલન પણ આટલું છે. સટ્ટા બજાર કોંગ્રેસને ૭૫થી ૮૨ બેઠકો, યુપીએને ૧૧૦ બેઠકો અને અન્યને ૯૮ બેઠકો મળશે એવું માને છે.
દેશમાં અનેક શહેરોના સટ્ટા બજાર ભાજપને ૨૩૮થી ૨૪૫ બેઠકો મળશે એવું માને છે. રાજસ્થાનના સટ્ટા બજાર મુજબ ભાજપને ૨૪૨થી ૨૪૫ બેઠકો મળવાનો અંદાજ છે. દિલ્હીમાં આ સંખ્યા ૨૩૮થી ૨૪૧ છે. મુંબઈના સટ્ટા બજારના વરતારા મુજબ ભાજપ અને એનડીએને ૩૦૦થી વધારે બેઠકો મળશે. ૫૪૩ બેઠકો ધરાવતી લોકસભામાં બહુમતી માટે ૨૭૨ બેઠકો પર જીત મળવી જરૃરી છે.
નુકસાની બચાવવા માટે ઉલટો દાવ
કેટલાક સટ્ટાબાજો એનડીએના પરાજય પર પણ પૈસા લગાવી રહ્યા હોવાનું જોવા મળે છે, કારણ કે ૨૩મેએ વાસ્તવમાં એવું થાય તો તેમને થનારા નુકસાનની ભરપાઈ થઈ શકે. ૨૦૧૪માં મોટા ભાગના સટોડિયાઓએ એનડીએની જીત પર મોટો સટ્ટો રમ્યા હતા અને ભગવા પક્ષને જબરદસ્ત જીત મળતાં અનેક સટ્ટાબાજોને નુકસાન થયું હતું.
ગુજરાતમાં ૨૩ બેઠકો
સટ્ટા બજારના સાધનોના કહેવા મુજબ ગુજરાતમાં ભાજપને ૨૩ બેઠકો મળશે. તેને ત્રણ બેઠકનું નુકસાન થશે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં ૪૨, મહારાષ્ટ્રમાં ૩૩, મધ્ય પ્રદેશમાં ૨૨ અને રાજસ્થાનમાં ૨૧ બેઠકો ભાજપને મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સટ્ટા બજારનાં અનુમાન અનુસાર ગુજરાતમાં BJPને થશે આટલી સીટોનું નુક્સાન! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/according-to-the-betting-market-bjp-will-lose-the-number-of-such-seats-in-gujarat/
via Best Gujarati News
0 Comments