કળિયુગનાં કપુતે ધોકાના ત્રણ ટુકડા થયા ત્યાં સુંધી મા-બાપને માર્યા
ધનસુરાના વડાગામમાં પુત્રએ માતા-પિતા ઉપર હુમલો કરી દીધો હતો. પિયર ગયેલી પત્નીને તેડી લાવવાની ટકોર કરનાર મા-બાપ સામે કાળ બની ગયેલા પુત્રએ ૭ર વર્ષના પિતાના માથામાં ધોકાના ફટકા મારી હત્યા કરી નાખી હતી. ચાર સંતાનો સાથે પત્ની પિયરમાં હોય તેને તેડી લાવવા માટેની સામાન્ય વાતમાં પુત્રએ પિતાનુ ઢીમ ઢાળી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બનાવને પગલે ધનસુરા પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ધનસુરા તાલુકાના વડાગામ ખાતે મંગળવારે સવારે પુત્રએ પિતાની હત્યા કરી નાખ્યાની ચકચારી ઘટના બની હતી. નાનજીભાઈ ઉકળભાઈ વસાવા અને તેમના પત્ની સવિતાબેન ઉપર પુત્ર અશ્વિન વસાવાએ લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો અને ઢોર માર માર્યો હતો. ઘરડાં મા-બાપે દિકરાને ટકોર કરી હતી કે તારી પત્ની પિયરમાં છે. ચાર સંતાનો સાથે પિયરમાં ગયેલી પત્નીને તેડી લાવ. પુત્રને મા-બાપની આ શિખામણ ગમી ન હતી અને સામે ઝઘડો કરી કપડાં ધોવાના ધોકાથી તે મા-બાપ ઉપર તૂટી પડયો હતો. ૭ર ર્વિષય પિતાના માથામાં તેમજ શરીરે ફટકા મારી દેતાં લોહીથી લથબથ વૃધ્ધ ફસડાઈ પડયા હતા અને તેઓનુ મોત થયુ હતુ. માતા સવિતાબેનને પણ પુત્રએ લાકડાની ફટકા મારી ગંભીર ઈજાઓ કરી હતી.
બનાવને પગલે કડિયાકામ કરવા ગયેલ બીજો પુત્ર આવી જતાં મા-બાપ લોહીથી લથબથ જણાયાં હતા. જ્યારે પિતાનુ તો મોત થઈ ચૂક્યુ હતુ. આ મામલે તાબડતોબ ધનસુરા પોલીસને જાણ કરાતાં પોલીસ દોડી પહોંચી હતી અને પિતાની હત્યા કરનાર અશ્વિન વસાવાની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડાગામમાં પુત્ર જ મા-બાપ માટે કાળ બનતાં સમગ્ર પંથકમાં તેના સામે ફિટકાર વરસ્યો હતો.
ધોકાના ત્રણ ટુકડા થયા ત્યાં સુંધી મા-બાપને માર્યા
દિકરો મોટો થઈને ઘડપણની લાકડી બનશે તેવી આશા રાખનાર મા-બાપને ઘડપણમાં દિકરાના હાથનો માર ખાવો પડયો હતો. ડમ્પર ચલાવીને ગુજરાન ચલાવતો દિકરો ચાર સંતાનો સાથે પિયર ગયેલી તેની પત્નીને તેડી લાવે અને જીંદગી જીવે તેવી મા-બાપની ઈચ્છા હતી. પરંતુ ઝઘડાળુ સ્વભાવનો દિકરો મા-બાપ ઉપર તૂટી પડયો હતો. કપડાં ધોવાના ધોકાના ત્રણ ટુકડા થઈ ગયા ત્યાં સુંધી કપૂત દિકરાએ ઘરડાં મા-બાપને માર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કળિયુગનાં કપુતે ધોકાના ત્રણ ટુકડા થયા ત્યાં સુંધી મા-બાપને માર્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/vadgam-son-hitted-his-parents-very-badly-that-his-father-died-on-the-spot/
via Best Gujarati News
0 Comments