બે હત્યા, 7 હત્યાની કોશિશ અને એક ધાડનાંં કેસમાં ફરાર કુખ્યાત શિવા મહાલિંગમ ઝડપાયો
નિમાફાર્મ હાઉસમાં ધાડ પાડવાના કાવતરા સહીત ૨૩ જેટલા ગંભીર ગુનાના આરોપી શિવામહાલિંગમની ક્રાઈમબ્રાંચની ટીમે પિસ્ટલ અને ચાર કારતૂસ સાથે ધરપકડ કરી છે. શિવા ઉપર બે હત્યા, સાત હત્યાની કોશિષ, બે લૂંટ, એક ધાડ, બે વાર પોલીસ જાપ્તામાંથી ફરાર અને હથિયારોના કેસ સહીતના ગંભીર ગુનાઓ છે. શિવો પાંચ માસથી પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો.જમીન દલાલ મોહમદ ઈસ્માઈલ ઉર્ફ સજ્જુને ફોન કરીને રૃ. ૫૦ લાખની ખંડણી માંગી હતી. જે અંગે વેજલપુરમાં ગુનો દાખલ થયા બાદ ફરી ફોન કરી ખંડણીની રકમ વધારીને રૃ. ૧.૫૦ કરોડ કરી હતી.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં શિવા સાથે છેતરપિંડીના કેસમાં પકડાયેલા તલ્લાહ મન્સુરી હતો. તલ્લાહ મન્સુરીએ શિવાને સજ્જુ પાસે અબજો રૃપિયા હોવાની વાત કરી ખંડણી માંગવાની યોજના બનાવી હતી. જે મુજબ શિવાએ ફોન કરી ખંડણીની માંગણી કરી હતી. ઈસ્માઈલ શેખએ આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં તલ્લાહ મન્સુરીને પોલીસે પકડયો હતો. શિવાએ ધરપકડ બાદ પોલીસને જણાવ્યું હતું કે, પિસ્ટલ અને કારતૂસ તેણે મધ્યપ્રદેશના ધાર જીલ્લાના કુકશી ગામે રહેતાં જગદસિંગ સરદાર પાસેથી ખરીદ્યા હતા. આ હથિયાર દુશ્મનો વધુ હોય પોતાની સુરક્ષા માટે રાખ્યાનું આરોપીએ કબૂલાત કરી હતી. ૧૯૯૭થી ગુનાની દુનીયામાં પગરણ માંડનાર શિવાએ હીરીયી નામના યુવકને છરી મારી, તે પછી દારૃના વેપારની હરિફાઈમાં કરમણ રબારીને છરી મારી હતી.
હાટકેશ્વરના વેપારીને શિવાએ લૂંટી લીધો વેપારીએ પોલીસ ફરિયાદ કરી તો શિવાએ તેની હત્યા કરી નાંખી હતી. એક વર્ષ પહેલા જુહાપુરામાં નાસીર કીટલીની હત્યાના સહીત નાર્કોટીક્સ, હથિયારો, મારમારી અને ખંડણી, જેલમાં કેદી પર હુમલા, પોલીસ અધિકારી પર ફાયરિંગ સહીતના અનેક ગુના શિવાએ આચર્યા હતા.
જેલમાં ISI એજન્ટ અને વહાબ પર હુમલો કર્યો
શિવા મહાલીંગમને આઈએસઆઈ એજન્ટ મહંમદશરીફ ઉર્ફ શરીફખાન અને વહાબે રૃ. ૪૦ લાખની સોપારી આપી સુભાષસિંગ ઠાકુરને મારવાની યોજના બનાવી હતી. આ અંગે શિવાએ સુભાષસિંગને વાત કરી હતી. સુભાષસિંગે રૃ. ૧૦ લાખ વધુ આપીશ એ બંન્નેને મારી તું મારી નાંખ. શિવાએ વહાબ અને શરીફખાનની કોફીમાં ઝેર મીલાવી દીધું જો કે, બંન્ને આ બાબતે જાણ થતાં તેઓ વચ્ચે તકરાર થઈ હતી. જેના પગલે શિવાએ જેલમાં વહાબ અને શરીફખાન પર છરી વડે હુમલો કર્યો હતો.
બે પીએઆઈ પર ફાયરિંગ કર્યા છે
સુબ્ર્મણયમ ઘેટીંયો અને શિવાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં ફરાર થઈ ગયા હતા. હત્યાની કોશિષના ગુનામાં વોન્ટેડ બંન્ને આરોપી પોલીસ સ્ટેશન આવતાં પીએસઆઈએ બંન્નેને પકડવાની કોશિષ કરી તો આરોપીઓએ હુમલો કર્યો હતો. આ જ રીતે ગોમતીપુર વિસ્તારમાં પીએસઆઈ રાણા પર ફાયરિંગ કર્યું હતું.
મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો
સાબરમતી જેલમાં આઈએસઆઈ એજન્ટ સાથે સંપર્ક બાદ પ્રભાવતી થઈને શિવાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. તે પછી શિવા ઉર્ફ આફતાબને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થતાં તેની સાથે લગ્ન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બે હત્યા, 7 હત્યાની કોશિશ અને એક ધાડનાંં કેસમાં ફરાર કુખ્યાત શિવા મહાલિંગમ ઝડપાયો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/shiva-mahalimam-caught-in-absentia-in-two-murder-cases/
via Best Gujarati News
0 Comments