એક્ઝિટ પોલમાં ગુજરાતમાં કોંગ્રેસને ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ ચાર બેઠકો બતાવાઈ છે, તો બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તે અંગે કોંગ્રેસના નેતાઓમાં જ મતભેદો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના મતે તો ગુજરાતમાં કોંગ્રેસને 16 બેઠકો જીતવાની આશા વ્યક્ત કરી તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 10 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો તો વળી અન્ય એક ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે 14 બેઠકો જીતવાનો દાવો ઠોક્યો હતો.

ગુજરાતમાં કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તે અંગે કોંગ્રેસના નેતાઓમાં જ એકસૂત્રતા નથી. મતદાન પૂરું થયું એ વખતે ગુજરાતમાં ૨૬માંથી છ જેટલી બેઠકો કોંગ્રેસ જીતશે તેવો દાવો કરાયો હતો. બીજી તરફ એક્ઝિટ પોલના જે તારણો આવ્યા છે એ પછી તો કોંગ્રેસના નેતાઓથી માંડીને કાર્યકરો પણ ઢીલાઢફ થઈ ગયા છે.

આમ છતાંય કોંગ્રેસના આગેવાનો એવો સૂર પુરાવી રહ્યા છે કે, એક્ઝિટ પોલ સાચા પડવાના નથી, ભૂતકાળમાં પણ એક્ઝિટ પોલ સાચા પડયા ન હતા, એક્ઝિટ પોલ એ પોલંપોલ સિવાય બીજું કંઈ નથી તો કેટલાક ચૂંટણીમાં વિરુદ્ધ પરિણામ આવે તો ઈવીએમ ઉપર દોષનો ટોપલો નાંખવાનું મન બનાવી લીધું હોવાનું પણ અંદરો અંદર ચર્ચાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાતમાં કોંગ્રેસની જીતની સીટ અંગે કોંગી નેતાઓમાં જ મતભેદ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/congress-differences-on-congress-victory-in-gujarat/
via Best Gujarati News

0 Comments