આણંદમાં ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત કર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં 7 જેટલા લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 4 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે આમ મૃતકોની કુલ સંખ્યા 11 પર પહોંચી છે. આંકલાવ તાલુકાના ગંભીરા ગામે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 10થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પેટલ ખાતે ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદનાં આંકલાવ તાલુકાનાં ગંભીરા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો હતો જેમા 7 જેટલા લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય  4 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત આવી રહ્યાં હતા તે સમય ટ્રેલર સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતા જ લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જોકે 108ની ટીમે તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો અને ગંભીર રીટે ઇજાગ્રસ્ત 10 જેટલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં.

આ ઘટનાનાં પગલે ગામના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતાં. અને ગ્રામીણ લોકોએ ઇજાગ્રસ્ત લોકોની મદદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આણંદમાં ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 11 લોકોના મોત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/anand-6-people-killed-in-an-accident-between-tanker-and-pickup-van/
via Best Gujarati News

0 Comments