અમદાવાદનો સ્પેશિયલ ચોર, જે માત્ર શહેરની કોર્ટને જ બનાવતો પોતાનો ટાર્ગેટ
સામાન્ય રીતે લોકો કોર્ટમાં પોતાની મુદત અથવા સરકારી કામથી જતા હોય છે. પરંતુ કારંજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે માત્ર ચોરી કરવા કોર્ટમાં જતો હતો. અને તેણે નવનિર્મિત કોર્ટમાંથી આશરે 13 હજારની કિંમતના નળની ચોરી કરી હતી. જોકે હવે ચોરીના નળ કોને વેચ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
કારંજ પોલીસને કસ્ટડીમાં રહેલા આરોપી મનુભાઈ દંતાણી કે જેની ગઈકાલે પોલીસે ધરપકડ કરી છે. મનુભાઈ દંતાણી ભદ્ર કોર્ટ એટલે કે નવનિર્મિત સિટી સેશન્સ કોર્ટમાંથી નળની ચોરી કરી હતી. આરોપીએ 64 નળની ચોરી કર્યા બાદ તેને વેચી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ આશરે 12 હજાર 800ની કિંમતના નળ ચોરી કર્યા હતા. અને તે નળ ભંગારમાં વેચી દીધા હોવાનું કબૂલાત કરી છે.
આરોપી મનુ દંતાણીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, મનુભાઈ છેલ્લા ઘણા સમયથી બેકાર છે. અને પોતાની પોતે નશાના બંધાણી હોવાથી નશાનો સામાન ખરીદવા માટે નળ ચોરી કર્યા હતા. ઉપરાંત આરોપી કોર્ટમાં માત્ર ચોરી કરવાના ઇરાદે આવતો હોવાની કબુલાત આપી છે. પરંતુ કોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીની હરકત કેદ થઈ ગઈ અને આખરે તેને જેલના સળિયા પાછળ જવાનો વખત આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદનો સ્પેશિયલ ચોર, જે માત્ર શહેરની કોર્ટને જ બનાવતો પોતાનો ટાર્ગેટ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/a-stolen-13000-rupees-stolen-from-a-newly-constructed-court-in-ahmedabad/
via Best Gujarati News
0 Comments