આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. આજે જાહેર થયેલ પરિણામોમા કુલ પરિણામ 66.97 ટકા જાહેર થયું છે, જેમાં જામનગર નું 70.61% જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ 70.32% જાહેર થયું છે.

આજે જાહેર થયેલા પરિણામોમા જામનગરમા પોલીસકર્મીના પુત્રએ બોર્ડમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે, સૌ પ્રથમ વાત કરવામાં આવે તો જામનગર એલસીબીમા ફરજ બજાવતા અને ગુન્હેગારો માટે કડક કાગળો તૈયાર કરવાના માસ્ટર એવા ભરતભાઈ મુંગરાના પુત્ર જે પી.વી.મોદી સ્કુલમાં અભ્યાસ કરે છે તેને 99.99 પરસેન્ટાઇલ સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કરતાં જામનગર શહેર અને જામનગર પોલીસ પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે.

કૌશિક ભણવામાં પહેલેથી જ અવ્વલ આવતો હતો અને તેને આજદિન સુધી એક પણ દિવસ સ્કૂલમાં ગેરહાજર રહ્યો નથી. તેણે દરરોજ 5 થી 6 કલાક મહેનતની સાથે સ્કૂલમાંથી અપાતું ગાઈડન્સ અને હોમવર્ક પૂરું કર્યું છે. તેમના આ પરિણામ પાછળ તે પોતાના પરિવારનો અને તેમના શાળાના શિક્ષકોનો ફાળો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પોલીસકર્મીના પુત્રએ 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-policemans-son-has-secured-first-place-on-the-gujarat-board-with-99-99-pr/
via Best Gujarati News

0 Comments