અમદાવાદથી ભુજ જતી વોલ્લો બસની બ્રેક ફેઇલ થતાં ટ્રકમાં ઘુસી ગઇ હતી. આ દુર્ઘટનામાં ખાનગી બસ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં હળવદ ચાર રસ્તા પાસે ખાનગી વોલ્વો બસની અચાનક બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. આ બસ જ્યારે ભુજથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે જ બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. જેના કારણે ખાનગી વોલ્વો બસ ટ્રક સાથે અથડાઇ ગઇ હતી. બસ અથડાવવાને કારણે તેની આગળનો ભાગ એકદમ ચગદાઇ ગયો હતો. જેના કારણે બસ ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં બસ ચાલક સિવાય અન્ય કોઇ મુસાફરને ઇજાનાં ઇજા થઇ ન હતી. જોકે, એક્સિડન્ટ જોવા માટે લોકાના ટોળા ઉમટી પડ્યા હતાં. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમદાવાદથી ભુજ જતી વોલ્વો બસનો ગમખ્વાર અકસ્માત, ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/volvo-bus-crash-from-ahmedabad-to-bhuj-driver-dies/
via Best Gujarati News

0 Comments