કોમોડિટી ચાર્ટની નજરે : અનુજ

એમસીએક્સના ગોલ્ડના જૂન વાયદામાં નવા સપ્તાહે એકંદરે નકારાત્મક વલણ રહી શકે છે. વિતેલા સપ્તાહે ચાર્ટ ઉપર એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. ૩૧,૬૭૯ના મથાળે ખુલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં ભાવમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યું હતું. જો કે સપ્તાહના બીજા ભાગમાં ભાવ ઝડપથી વધ-ઘટ જોવા મળી જેમાં નીચામાં રૂ. ૩૧,૨૩૨ અને ઉપરમાં રૂ. ૩૧,૭૩૫ની ઊંચી સપાટી બની હતી. ત્યારબાદ ઊંચા સ્તરેથી ભાવ ગગડયા હતા. અંતે વાયદો ૦.૮૫ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૩૧,૫૨૦ના સ્તરે બંધ થઈ રહ્યો હતો.

હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઈ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૪૭.૦૩ છે. એમએસીડી નેગેટિવ છે, જો કે તે સુધરીને પોઝિટિવ થઈ શકે છે. નવા સપ્તાહે એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર માટે રૂ.૩૧,૦૦૦ અને રૂ. ૩૦,૬૭૦નો મજબૂત સપોર્ટ લેવલ છે. તો બીજી બાજુ રૂ. ૩૧,૯૮૫ની પ્રતિકાર અને ત્યારબાદ રૂ.૩૨,૩૦૦ની મજબૂત પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી.

ચાંદી વાયદામાં તેજી મંદ પડશે  

એમસીએક્સ ચાંદીના જુલાઈ મહિનાના કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે મિશ્રથી નકારાત્મક વલણ રહેવાની સંભાવના છે. જેમાં ટૂંકા ગાળા માટે રૂ. ૩૫,૮૮૦નો ટેકો અને ત્યારબાદ રૂ. ૩૪,૯૮૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો જરૂરી છે. તો બીજી બાજુ જો વાયદો રૂ. ૩૭,૩૦૦ની પ્રતિકાર સપાટી કુદાવે તો ચાંદીમાં રૂ. ૩૭,૯૮૦ સુધીના ઉછાળાની અપેક્ષા રાખી શકાય છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઈ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૩૮.૫૩ છે. એમએસીડી પણ નેગેટિવ છે. જોકે તે પોઝિટિવ થઈ શકે છે.

ક્રૂડ વાયદામાં સાંકડી વધઘટ રહેશે  

એમસીએક્સ ક્રૂડ ઓઇલના જૂન મહિનાના વાયદામાં આગામી સપ્તાહે મિશ્રથી નકારાત્મક જોવા મળશે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઈ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૪૭.૦૩ છે. એમએસીડી પોઝિટિવ છે. જો કે તે નેગેટિવ થઈ શકે છે.  નવા સપ્તાહે ક્રૂડ વાયદામાં ટૂંકા ગાળા માટે રૂ.૪,૩૪૫નો સપોર્ટ અને રૂ.૪,૨૧૫નો ફાઇનલ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૪,૬૦૫નું રેઝિસ્ટન્ટ અને ત્યારબાદ રૂ. ૪,૭૦૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ લેવલ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

ધાણા વાયદામાં પીછેહઠ જોવા મળશે   

એનસીડીઇએક્સ ધાણાના જૂન વાયદાના ભાવમાં નરમાઈ રહેવાની ધારણા છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએ ઉપર બંધ છે. એમએસીડી પોઝિટિવ ટેરીટરીમાં છે. આરએસઆઈ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૭૧.૩૮ છે. આરએસઆઈ ઓવરબાઉટ ટેરીટરીમાં છે અને ઊંચા મથાળે નફા વસૂલી આવી શકે છે.  ટૂંકા ગાળા માટે ધાણા વાયદામાં રૂ. ૭,૩૫૦નો ટેકો અને ત્યારબાદ રૂ.૭,૧૮૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. જો તેજીની ચાલમાં વાયદો રૂ. ૭,૬૯૦ની મહત્ત્વની પ્રતિકારક સપાટી કુદાવે તો રૂ. ૭,૯૮૦ સુધીનો ઉછાળો આવી શકે છે.

મેન્થા તેલમાં સુધારો જોવા મળશે  

એમસીએક્સ મેન્થા ઓઇલના જૂન મહિનાના વાયદામાં એકંદરે સુધારા તરફી ચાલ રહેવાની શક્યતા છે. મેન્થા વાયદામાં શોર્ટ ટર્મ માટે રૂ.૧,૧૭૦નો ટેકો અને રૂ.૧,૨૧૫નો મજબૂત સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૧,૩૬૧નું રેઝિસ્ટન્ટ અને રૂ.૧,૪૦૭નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું.   હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. એમએસીડી નેગેટિવ છે. જો કે આરએસઆઈ આગેકૂચ કરી રહ્યું છે અને કરંટ રીડિંગ ૩૯.૬૭ છે.

સોયાબીનના ભાવ ઊંચે જવાની ધારણા  

એનસીડીઇએક્સ સોયાબીનના જૂન મહિનાના વાયદામાં નવા સપ્તાહે મિશ્રથી સકારાત્મક ચાલ રહેવાની ધારણા છે. ચાર્ટ ઉપર ગત સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩,૭૧૫ના મથાળે ખુલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં જ રૂ.૩,૬૫૫ની નીચી સપાટી બની હતી. જો કે ત્યારબાદના સપ્તાહ દરમિયાન નીચા સ્તરેથી શોર્ટ કવરિંગમાં ભાવ વધ્યા હતા અને સપ્તાહના બીજા ભાગમાં રૂ. ૩,૭૪૦ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. અંતે વાયદો ૦.૩૮ ટકાના સાપ્તાહિક સુધારામાં રૂ.૩,૭૨૯ના સ્તરે બંધ થયા હતા. જ્યારે તેની અગાઉના સપ્તાહે ક્લોઝિંગ લેવલ રૂ.૩,૭૧૫ હતું. ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઈ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૭.૪૨ છે. જો કે એમએસીડી પોઝિટિવ બની ગયું છે.   ટૂંકા ગાળા માટે સોયાબીન વાયદામાં રૂ.૩,૬૫૫નો ટેકો અને ત્યારબાદ રૂ.૩,૫૯૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ વાયદો રૂ.૩,૮૩૦ની પ્રતિકારક સપાટી કુદાવે તો રૂ.૩,૯૧૫ સુધીના ઉછાળાની ધારણા રાખવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post MCX ગોલ્ડ વાયદામાં મંદીનો ટ્રેન્ડ, જાણો શું છે કારણ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/mcx-gold-futures-downward-trend-learn-whats-the-cause/
via Best Gujarati News

0 Comments