વીમા કંપનીઓ દ્વારા વ્હોટ્સએપનો વિવિધતાભર્યો ઉપયોગ, જાણો કઇ રીતે
અર્થ અને તંત્ર : અપૂર્વ દવે
ડિજિટલ ભારતના પ્રતીક સમાન નરેન્દ્ર મોદીનો ફ્રી એક વાર વિજય થયો છે. ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ દિવસે વ્હોટ્સએપ પર આવી રહેલા સર્જનાત્મક મેસેજિસને વાંચીને વિચાર આવ્યો કે જો વ્હોટ્સએપ પરની પ્રવૃત્તિને દેશની જીડીપીની ગણતરી કરતી વખતે ઉમેરવામાં આવે તો આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ આગળ નીકળી જાય! આ વાત ભલે હળવાશમાં કહેવામાં આવી હોય, વ્હોટ્સએપથી અનેક મહત્ત્વપૂર્ણ કાર્યો પણ થઈ રહ્યાં છે.
વ્હોટ્સએપની મદદથી આર્થિક જગતમાં વીમા કંપનીઓ ગ્રાહકોને સેવા આપવા લાગી છે. જીવન વીમા કંપનીઓમાં આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ અને આદિત્ય બિરલા લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ આવું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. આ કંપનીઓ વ્હોટ્સએપ પર પોલિસીધારકને માહિતીઓ પૂરી પાડવા લાગી છે. આ કાર્યની શરૂઆત આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલે કરી હતી. તેણે ગ્રાહકોને વ્હોટ્સએપ પર મેસેજ, વેલકમ કિટ, પોલિસી સર્ટિફ્કિેટ, પ્રીમિયમની રસીદ મેળવવાની સુવિધા આપી છે. આવી જ સેવા ત્યાર બાદ આદિત્ય બિરલાએ શરૂ કરી. બિઝનેસનો નંબર હોવાથી વ્હોટ્સએપ દ્વારા આ બન્ને કંપનીઓના ફેન નંબર વેરિફઇડ છે અને આજની તારીખે વ્હોટ્સએપના મેસેજિસ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ હોવાથી તેની ગોપનીયતા અને સુરક્ષાની ચિંતા રહેતી નથી.
આદિત્ય બિરલા લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ તેના વ્હોટ્સએપ નંબરની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેક્નોલોજીને સાંકળી લીધી છે. તેને કારણે ગ્રાહકોના સવાલોના જવાબ તત્કાળ મળવા લાગ્યા છે. આ કંપનીના ગ્રાહકો પોલિસી, ફ્ંડ વેલ્યૂ અને ટેક્સ સર્ટિફ્કિેટની વિગતો મેળવવા માટે વ્હોટ્સએપ ચેટનો ઉપયોગ કરી શકે છે. એ ઉપરાંત નામમાં, નોમિનીમાં તથા પેમેન્ટ મોડમાં ફ્રફર પણ તેની મદદથી કરાવી શકાય છે. ગ્રાહકો નજીકની બ્રાન્ચનું સરનામું પણ તેમાં પૂછી શકે છે. વ્હોટ્સએપની ઇન બિલ્ટ સલામતી ઉપરાંત કંપનીએ ચેટને વધુ સુરક્ષિત બનાવી છે. આથી ગ્રાહકોને પહેલાં ઓથેન્ટિકેશન મોકલવામાં આવે છે અને પછી જ પોલિસીને લગતી માહિતી પહોંચાડાય છે. વળી, કંપનીએ વ્હોટ્સએપ સાથે સીધો સહયોગ સાધ્યો છે. આમ, ક્યાંય થર્ડ પાર્ટી વચ્ચે આવતી નથી.
વ્હોટ્સએપ સેન્ટરને ચોવીસે કલાક કાર્યરત રાખવામાં આવ્યું છે એ ગ્રાહકો માટે મોટી સુવિધા છે.
ભારતી એક્સા જીવન વીમા કંપનીએ ગ્રાહકોને ક્લેમ માટે વ્હોટ્સએપનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો છે. એ ક્લેમ મળ્યા બાદ કંપનીનો પ્રતિનિધિ નોમિનીનો સંપર્ક કરીને ક્લેમની પ્રક્રિયાને આગળ વધારે છે. તેઓ નોમિનીને એક લિંક મોકલે છે, જેમાં નોમિનીએ ક્લેમના દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે. ક્લેમની આગળની માહિતી પણ વ્હોટ્સએપ પર જ આપવામાં આવે છે.
જીવન વીમા સિવાયની કંપનીઓમાંથી ફ્યૂચર જનરાલી ઈન્ડિયાએ વ્હોટ્સએપનો ઘણો જ સારો ઉપયોગ શરૂ કર્યો છે. ગ્રાહકો હવે અકસ્માતગ્રસ્ત વાહનોના વીડિયો અપલોડ કરીને વીમાનો ક્લેમ કરી શકે છે. આ કંપનીએ પોલિસીઓ ઈમેલ મારફ્તે મોકલવા ઉપરાંત વ્હોટ્સએપ પણ કરે છે. કંપનીના પ્રતિનિધિઓ મોબાઇલથી નુકસાનગ્રસ્ત વાહનનો વીડિયો કેવી રીતે ઉતારવો તેનું માર્ગદર્શન આપે છે.આ રીતે વીમા કંપનીઓએ ગ્રાહકોની સુવિધા માટે એક ખૂબ જ સરળ વિકલ્પ ઊભો કરી આપ્યો છે, જે આગામી દિવસોમાં ઘણો લાભદાયક ઠરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વીમા કંપનીઓ દ્વારા વ્હોટ્સએપનો વિવિધતાભર્યો ઉપયોગ, જાણો કઇ રીતે appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/various-uses-of-whatsapp-apps-by-insurance-companies/
via Best Gujarati News
0 Comments